બગવદર ગામે ગ્રામ્યભારતી ગ્લોબલ ઇંગ્લીશ મિડીયમ સ્કૂલમાં પેરેન્ટીંગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યુ છે અને તેમાં મર્યાદિત પ્રવેશ અપાવાનો હોવાથી વહેલીતકે શાળાનો સંપર્ક સાધવા અપીલ થઇ છે.
ગ્રામ્ય ભારતી બગવદર ટ્રસ્ટ સંચાલિત ગ્લોબલ ઈંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે તા. ૨૧-૦૯-૨૦૨૪ (શનિવાર) ના રોજ સવારે ૧૧:૦૦ વાગ્યેથી બપોરે ૧:૦૦ વાગ્યા દરમિયાન પેરેન્ટિંગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં યુનિસેફ સ્પીકર અને યુ.એસ.એ. પ્રમાણિત કોચ નેહા ચૌધરી પેરેન્ટિંગ વર્કશોપ ઉપસ્થિત રહીને માતા-પિતા અને વાલીઓને માર્ગદર્શન આપશે.
પેરેન્ટિંગ વર્કશોપ માં કોઈપણ સ્કુલે જતા બાળકના માતા-પિતા અથવા વાલી હાજર રહી માર્ગદર્શન મેળવી શકશે, જોકે વહેલા તે પહેલાના ધોરણે મર્યાદિત સંખ્યામાં પ્રવેશ આપવામાં આવશે. પોરબંદરના બગવદર ખાતે ગ્રામ્ય ભારતી બગવદર ટ્રસ્ટ સંચાલિત ગ્લોબલ ઈંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે તા. ૨૧-૦૯-૨૦૨૪ (શનિવાર) ના રોજ સવારે ૧૧ વાગ્યેથી બપોરે ૧ વાગ્યા દરમિયાન પેરેન્ટિંગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં યુનિસેફ સ્પીકર અને યુ.એસ.એ. પ્રમાણિત કોચ નેહા ચૌધરી ઉપસ્થિત રહીને માતા-પિતા અને વાલીઓને માર્ગદર્શન આપશે. આ પેરેન્ટિંગ વર્કશોપ કોઈપણ બાળકના માતા-પિતા અથવા વાલી હાજર રહી માર્ગદર્શન મેળવી શકશે, જોકે વહેલા તે પહેલાના ધોરણે મર્યાદિત સંખ્યામાં પ્રવેશ આપવામાં આવશે.
આજના ઝડપથી વિકસતા અને બદલાતા સમયમાં નાના બાળકો તેમજ કિશોરો સાથે તેમના માતા-પિતા અને વાલીઓને સમાયોજન સાંધવામાં અનેક પડકારોનો સામનો કરવો પડે છે. વ્યક્તિત્વના વિકાસમાં તેનું બાળપણ અને તણાવસ્થા ખુબ જ મહત્વની હોય છે. સાથે જ આ વર્ષો એટલા જ પડકારજનક પણ હોય છે. આ સમયમાં બાળકોને તેમના માતા-પિતા અને વાલી તરફથી આત્મવિશ્વાસ અને સહાનુભુતિ સાથે નેગેવિટીથી દુર રહેવાનું શિખવવામાં આવે તે ખુબ જ જરી છે. પરંતુ માહિતી અથવા સાચી સમજણના અભાવે ઘણા મા-બાપ અને વાલીઓ પોતાની આ મહત્વપૂર્ણ ભુમિકા અસરકારક રીતે નિભાવી શક્તા નથી. તેથી બાળકોના ઘડતર અને શિક્ષણ ઉપર વિપરીત અસર પડે છે. આ સમસ્યાને દુર કરવના ઉદેશ્ય સાથે પોરબંદરના બગવદર ખાતે ગ્રામ્ય ભારતી બગવદર ટ્રસ્ટ સંચાલિત ગ્લોબલ ઈંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે તા. ૨૧-૦૯-૨૦૨૪ (શનિવાર) ના રોજ સવારે ૧૧૦ વાગ્યેથી બપોરે ૧ વાગ્યા દરમિયાન પેરેન્ટિંગ વર્કશોપ નું આયોજન કરવામાં આવ્યું છે. આ પેરેન્ટિંગ વર્કશોપ દરમિયાન યુનિસેફ સ્પીકર અને યુ.એસ.એ પ્રમાણિત કોચ નેહા ચૌધરી ઉપસ્થિત રહીને વાલીઓને માર્ગદર્શન આપશે. ખાસ કરીને વાલીઓને બાળ ઉછેરના મહત્વના પાસાઓ, શિસ્ત સહિતના વિષયો ઉપર માર્ગદર્શન અપશે. ઉપરાંત બાળ ઉછેરના પડકારો, તેમના વ્યક્તિત્વનો વિકાસ, બાળકો સાથે સ્નેહ અને પરસ્પર આદર સાથેનો સબંધ, કેવી રીતે તેમની શિખવાની શક્તિને વધુ વિકસાવવી વગેરે બાબતે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવશે.
આ ‘પેરેંટિંગ વર્કશોપ’ ખાસ માતા-પિતા અને વાલીઓને બાળ ઉછેરની વૈજ્ઞાનિક હકીકતો અને અને વ્યવહા માર્ગદર્શન આપવા માટે યોજવામાં આવી રહ્યો છે. જેમાં બાળકના વર્તનને કઈ રીતે સમજવું?, તમારા બાળકો સાથે અસરકારક સંવાદ કઈ રીતે સ્થાપિત કરવો? બાળકોની મુંઝવણો, પડકારોને કઈ રીતે સમજવા અને તેને દુર કરવા માટે કેવા પગલા લેવા? બાળકોના કૌશલ્ય અને સર્જન શક્તિના વિકાસ માટે કઈ બાબતો ઉપર ધ્યાન આપવુ? સારા બાળ ઉછેર માટે ઘરનું વાતાવરણ કેવુ હોવુ જોઈએ વગેરે બાબતોનું વૈજ્ઞાનિક અને વ્યવહારું માર્ગદર્શન પુરું પાડવામાં આવશે. આ પેરેન્ટિંગ વર્કશોપ કોઈપણ બાળકના માતા-પિતા અથવા વાલી હાજર રહી શકશે, જોકે વહેલા તે પહેલાના ધોરણે મર્યાદીત સંખ્યામાં પ્રવેશ આપવામાં આવશે. વર્કશોપમાં હાજર રહેવા માટે ગ્લોબલ ઈંગ્લિશ મીડિયમ સ્કૂલ, બગવદરનો સંપર્ક કરવા જણાવાયુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PM1 જાન્યુઆરીથી આ સ્માર્ટફોન પર નહીં ચાલે વોટ્સએપ
December 23, 2024 04:47 PMતળાજા તાલુકાના માથાવડા નજીકથી દીપડાનો અર્ધદાટેલો મૃતદેહ મળ્યો
December 23, 2024 04:27 PMખોટા દસ્તાવેજો રજુ કરનાર પૂર્વ IAS પૂજા ખેડકરની જામીન અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી
December 23, 2024 04:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech