જોડીયા તાલુકાના બાલંભા ગામમાં રહીને માછીમારી નો વ્યવસાય કરતા એક વાઘેર માછીમાર યુવાનની જોડિયા પંથકના દરિયામાં લાંગરેલી રૂપિયા એક લાખ વીસ હજારની કિંમતની બે માછીમારી બોટ ચોરી થઈ ગયા ની ફરિયાદ બેડી મરીન પોલીસ મથકમાં નોંધાવાઇ હતી, જે ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે, અને તેમાં નવો વણાંક આવ્યો છે. માછી મારીના ધંધા ખાર ના કારણે અન્ય માછીમારે બંને બોટોને સળગાવી નાખી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. જે આરોપીને પોલીસે ઝડપી લીધો છે, અને દરિયામાંથી એક બોટ કબજે કરી છે, જ્યારે અન્ય બોટની શોધખોળ ચલાવાઇ રહી છે. દરિયામાં ડૂબેલી બોટને શોધવા માટે એસ.ઓ.જી. સહિતની પોલીસ ટુકડીએ ડ્રોન કેમેરાનો ઉપયોગ કર્યો હતો.
જોડીયા તાલુકાના બાલંભા ગામમાં રહેતા અને માછીમારી નો વ્યવસાય કરતા સલીમ મુસાભાઇ ચાવડા (ઉ.વ.૩૯) કે જેણે માછીમારી કરવા માટેની બે બોટો ૧, પિરાણી જેની એકલાખ ની કીમત તેમજ ૨, કિસ્મત કે જેની કિંમત ૨૦,૦૦૦ થાય છે, જે જોડિયા તાલુકાના બાલંભા ગામ પાસેના દરિયામાં લાંગરેલી હતી, ત્યાંથી કોઈ તસ્કરો ચોરી કરી ગયા હોવાથી બેડી મરિન પોલીસ મથકમાં ચોરી અંગેની ફરિયાદ નોંધાવી હતી.
ઉપરોક્ત બોટની ચોરી અંગે જામનગરના એસ.પી. પ્રેમસુખ ડેલુ અને ડીવાયએસપી જે.એન. ઝાલાના માર્ગદર્શન હેઠળ એલસીબીના પી.આઈ. વી.એમ લગારીયા તેમજ એસ.ઓ.જી.ના પી.આઈ. બી.એન. ચૌધરી અને બેડી મરિન પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. વી.એસ. પોપટની આગેવાની હેઠળ સંયુક્ત પોલીસ ટીમ દ્વારા સમગ્ર બેડીથી જોડિયા સુધીના દરિયામાં તપાસ હાથ ધરવામાં આવી હતી.
જે દરમિયાન એક બોટ જોડિયા નજીકના દરિયામાંથી અર્ધ બળેલી અવસ્થામાં મળી આવી હતી, જે બોટને દરિયામાંથી બહાર કાઢીને જોડિયાના દરિયા કાંઠે લાવવામાં આવી રહી છે, જ્યારે અન્ય બોટની સમગ્ર પોલીસ ટીમ દ્વારા શોધખોળ ચલાવાઇ રહી છે. પોલીસની વધુ તપાસમાં બોટને સળગાવી નાખવાનું કારસ્તાન સામે આવ્યું હતું, અને તેનો પણ ખુલાસો થઇ ગયો હતો. જોડિયાના બાલંભા ગામમાં સમગ્ર પોલીસ ટીમની ઊંડાણપૂર્વકની તપાસ તેમજ હ્યુમન સોર્સિસ ની મદદ ના સહારે એવું જાણવા મળ્યું હતું કે બાલંબા ગામમાં રહેતો અસગર અલ્લારખા ચાવડા કે જેને દરિયામાં માછીમારી કરવા માટે ચોરાઉ બોટના માલિક સલીમ મુસા સાથે વાંધો પડ્યો હતો, અને એકબીજાની બોટની માછીમારીની હદ માટે તકરાર ચાલતી હતી.
જેનું મન દુ:ખ રાખીને અસગર ચાવડાએ દરિયામાં પાણી ઓછું હતું ત્યારે બે કિલોમીટર સુધી પગપાળા અંદર ચાલીને કિસ્મત તેમજ પીરાણી બોટમાં ડીઝલનું પ્રવાહી છાંટી ગાદલા ગોદડા વગેરેની મદદથી બંને બોટો સળગાવી દીધી હતી, અને તેમના રસા પણ બાળીને છોડી નાખ્યા હતા. તેમજ દરિયાની અંદર બોટને જવા દીધી હતી. પરંતુ પોલીસની ઊંડાણપૂર્વકની તપાસના અંતે સમગ્ર ભાંડો ફૂટી ગયો હતો. અને આરોપી અસગરને ઝડપી લેવાયો છે. જેને અદાલત સમગ્ર રજૂ કરી એક દિવસના રિમાન્ડ પર લેવાયો છે. જેની વધુ પૂછપરછ ચલાવવામાં આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationVideo: પહલગામ આતંકવાદી હુમલાના ભોગ બનેલા લોકોના પાર્થિવ દેહ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા
April 23, 2025 10:23 PMરાજકોટ SOGની મોટી કાર્યવાહી, 12.89 લાખનું MD ડ્રગ્સ સાથે રાણાવાવનો મુસ્તાક ઝડપાયો
April 23, 2025 09:11 PMગુજરાત મહેસુલ પંચમાં IAS કમલ શાહની નિવૃત્તિ બાદ નિમણૂક, 3 વર્ષનો કાર્યકાળ
April 23, 2025 08:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech