દ્વારકા અને ખંભાળીયાના તેલિયા રાજાઓ સાથે દ્વારકાના વિરાટ વ્યક્તિનો મોટો હિસ્સો : ૧૨ કરોડની જગ્યા અને દસ્તાવેજ માત્ર ૫૫ લાખના : સાચુ હોય તો ભારે શરમજનક : સરકારી તિજોરીને નુકસાન પહોચાડવાના પ્રકરણની તપાસ થવી જોઇએ
હાલના સમયમાં શહેર અથવા તાલુકા વિસ્તારમાં કોઇ પણ જગ્યાના સોદા થાય એટલે જગજાહેર છે કે, કોઇપણ જગ્યા વહેચાય છે ચોકકસ રકમમાં અને તેના દસ્તાવેજ સીમીત રકમમાં બને છે, બાકીનો વહીવટ બ્લેકમાં થાય છે. આવુ જુનુ અને જાણીતું છે, પરંતુ જયારે જ ખૂબ જંગી રકમની જગ્યાના દસ્તાવેજ ખૂબ ઓછી રકમના બને ત્યારે સરકારી તિજોરીને ચુનો ચોપડવાના અને એક પ્રકારના સ્ટેમ્પ ડયુટી ચોરીના આવા પ્રકરણ ચર્ચામાં આવતા હોય છે, આવું જ કંઇક દ્વારકામાં થયું હોવાનું ચર્ચાઇ છે અને કહેવાય છે કે, એક જગ્યાનો ૧૨ કરોડ જેવી જંગી રકમમાં સોદા થયા બાદ આ જગ્યાના દસ્તાવેજ કહેવાય છે કે, માત્ર ને માત્ર ૫૫ લાખના સોદા પ્રમાણે બનાવવામાં આવ્યા છે. જો આવું થયું હોય તો ખરેખર સરકારની સ્ટેમ્પ ડયુટી ચોરી થઇ છે અને આ પ્રકરણની ઉંડાણપૂર્વક તપાસ થવી જોઇએ જેથી કરીને સત્ય સામે આવી શકે.
દ્વાકરામાં જગતમંદિર નજીક કિર્તીસ્તંભ પાસે મોકાની જગ્યાનો સોદો કરોડોમાં થયો હોવાની વાત તો ૪ મહિનાથી સંભળાતી હતી પરંતુ ૫ આસામીઓએ ભાગમાં સાડા બાર કરોડમાં લીધા પછી દસ્તાવેજ ફક્ત અને ફક્ત પંચાવન લાખનો કરી મોટા પ્રમાણમાં ગોલમાલ કરી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.
મિલ્કતમાં સૌથી મોટો હિસ્સો યાત્રાધામમાં નામ પછોટે ઔર કારસ્તાન બડેથ ની છાપ ધરાવતા પવૃષભથ રાશીના પવિરાટથ સામ્રાજ્ય ધરાવતા આસામીનો ૩૭.૫૦% હિસ્સો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. સાથે જ ખંભાળીયાના જાણીતા ઓઇલ મિલો ધરાવતા પસિંહથ અને પમિથુનથ રાશિના બંને આસામીઓ ૧૨.૫૦% હિસ્સામાં અને દ્વારકાના પસિંહથ અને પમીનથ રાશિના ખ્યાતનામ તેલના ધંધાર્થી બંને ભાઇઓનો ૧૮.૭૫% હિસ્સો હોવાની વાત સામે આવી છે.
અધધધધ રકમમાં મિલ્કત ખરીદ્યા પછી દસ્તાવેજમાં કરતબ કરી સરકારી તિજોરીને ચૂનો ચોપડવામાં આવ્યો હોવાની વાતે ફરી આ પ્રકરણને ચર્ચિત બનાવ્યું છે. કરવેરા વિભાગ સહિતનાં સરકારી વિભાગોની ટીમ યાત્રાધામમાં ધામા નાખે તો ઘણાનાં તંબૂ ઉખડી જાય એવી સ્થિતિ વચ્ચે આ પ્રકરણમાં સંબંધિત વિભાગોને ફરીયાદની તજવીજનાં પણ વાવડ વહેતા થયા છે.
ઉલ્લેખનીય છે કે યાત્રાધામ દ્વારકામાં કોરીડોર પ્રોજેક્ટની ઘોષણા થયા પછી રિયલ એસ્ટેટ માર્કેટમાં ગગનચુંબી તેજી છે ત્યારે મોટા સોદામાં બ્લેક મનીનો ઉપયોગ સંતાડવા દસ્તાવેજમાં પખેલથ કરવાની આવડત ધરાવતા આસામીઓ પવિકાસથ નો બેફામ લાભ લેવા અધીરા બન્યા હોવાની છબી ઉપસી છે.
***
ચાર ટકા રકમનો દસ્તાવેજ કરી બ્લેકની મોટી રકમની ગોઠવણી કરી..!
સમગ્ર દ્વારકામા ટોક ઓફ ધ ટાઉન આ કિસ્સામાં જાણવા મળતી વધુ વિગત મુજબ ૨૮ હજાર રૂપિયા ફૂટ લેખે ૪૪૬૧ ફૂટ જગ્યાનો ફક્ત ૫૫ લાખનો દસ્તાવેજ કરી બ્લેકની કરોડો રૂપિયાની ગોઠવણ થય હોવાનું યાત્રાધામ દ્વારકામાં ચોકે ને ચોરે ચર્ચા થય રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશ્રીલંકાની સરકારે ગૌતમ અદાણી સાથેનો વીજ ખરીદી કરાર આ કારણથી કર્યો રદ્દ
January 24, 2025 07:43 PMજામનગરના આકાશમાં આવતીકાલ તા.૨૫ તથા તા.૨૬મી જાન્યુઆરીના રોજ સર્જાશે અદ્ભુત દ્રશ્યો
January 24, 2025 07:12 PMમહાકુંભ મેળામાં જતા યાત્રિકો માટે ખુશખબર: પશ્ચિમ રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનોમાં વધારાના કોચ
January 24, 2025 07:03 PMસિવિલ મેડિસિટી બની મેડિકલ ટુરિઝમનું કેન્દ્ર: આંતરરાષ્ટ્રીય સ્તરે જટિલ સર્જરી સફળતાપૂર્વક સંપન્ન
January 24, 2025 07:02 PMનળ સરોવરમાં પક્ષીઓની ગણતરી, 25 અને 26 જાન્યુઆરીએ પ્રવેશ બંધ
January 24, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech