રાજકોટ માટે નવો ચહેરો, પીઆઈ ડામોર ક્રાઈમ બ્રાંચમાં, એસઓજીમાં એસ.એમ.જાડેજા

  • September 06, 2024 03:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ શહેરમાં અગ્નિકાંડ બાદ નવા મુકાયેલા પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા હવે શહેર પોલીસ બેડામાં જરૂરી ફેરફારના મુડમાં એકટીવ થયા હોય તેમ રાજકોટ શહેર ક્રાઈમ બ્રાંચમાં શહેર માટે નવો ચહેરો એવા પોલીસ ઈન્સ્પેકટર ડામોરનું પોસ્ટીંગ કયુ છે. જયારે સ્પે. ઓપરેશન ગ્રુપ (એસઓજી)માં અનુભવી પોલીસ ઈન્સ્પેકટર સંજયસિંહ એમ.જાડેજાને મુકવામાં આવ્યા છે. ૮ પીઆઈની આંતરીક બદલીઓમાં બે મહિલા પીઆઈ અકબરી, સાવલીયા ઉપરાંત કરપડા, રાણે, કૈલા, પટેલ, જાદવ તથા ભાટીનો સમાવેશ કરાયો છે.
રાજકોટ શહેરમાં પુર્વ કમિશનર સમયે ક્રાઈમ બ્રાંચમાં બે પીઆઈ હતા. આ બન્નેની બદલી થયા બાદ ક્રાઈમ બ્રાંચ પોલીસ સ્ટેશન એક પીઆઈથી ચાલતું હતું. હવે વધુ એક પીઆઈનું પોસ્ટીંગ થયું છે. જો કે, ત્યાં નવા થયેલા ઓર્ડરમાં તાજેતરમાં જ રાજકોટ મુકાયેલા પીઆઈ મનોજ ડામોરને ડાયરેકટ ક્રાઈમ બ્રાંચમાં સીટ મળી ગઈ છે. રાજકોટ શહેરના ભુગોળથી અજાણ પીઆઈ ડામોર શહેર માટે પણ નવો ચહેરો હશે. જયારે એસઓજીના પીઆઈ ડી.સી.સાકરીયાની બનાસકાંઠામાં બદલી થતાં તેમના સ્થાને રાજકોટની તાસીર પારખતા જુના અને એસઓજીમાં બહોળો અનુભવ ધરાવતા બી–ડીવીઝન પીઆઈ એસ.એમ.જાડેજાનું પોસ્ટીંગ કરવામાં આવ્યું છે. પીઆઈ જાડેજા અગાઉ રાજકોટ રૂરલ અને સુરેન્દ્રનગર એસઓજીમાં પણ પીઆઈ તરીકે ફરજ બજાવી ચુકયા છે.
બી–ડીવીઝનમાં સ્પે. બ્રાંચના પીઆઈ એસ.એસ.રાણેને મુકવામાં આવ્યા છે તેમના સ્થાને પીઆઈ ભાટીનો ઓર્ડર થયો છે. આ ઉપરાંત આથિર્ક ગુનાઓમાં મહત્વપુર્ણ ગણાતા ઈકોનોમીક ઓફેન્સ વિંગ (ઈઓડબલ્યુ)માં ઈન્ચાર્જ તરીકે રહેલા લીવ રીઝવના પીઆઈ જે.એમ.કૈલાને ઈઓડબલ્યુમાં રેગ્યુલર પોસ્ટીંગ અપાયું છે. જયારે ગાંધીગ્રામના મહિલા પીઆઈ બી.ટી.અકબરીને બદલાવીને મહિલા પોલીસ મથકમાં મુકવામાં આવ્યા છે. જયારે મહિલા પોલીસ મથકના પીઆઈ આઈ.એન.સાવલીયાની બદલી ટ્રાફીક શાખામાં કરાઈ છે. ત્યાં એન્ટી હૃયુમન ટ્રાફીંકીંગ યુનીટના પીઆઈ કે.જે.કરપડાને પોસ્ટીંગ અપાયું છે. કરપડાના સ્થાને લાઈસન્સ બ્રાંચના સી.એચ.જાદવ મુકાયા છે. ડીસીબીમાં રહેલા એસ.બી.ગીલવાને બદલાવી એમઓબીમાં પોસ્ટીંગ અપાયું છે.


હવે ગમે ત્યારે પોલીસ કર્મીઓનો લીથો નીકળશે
રાજકોટ શહેર પોલીસ બેડામાં પીઆઈની આંતરીક બદલી ગઈકાલે કરાઈ છે. હવે શહેર પોલીસ મથકો ઉપરાંત બ્રાંચોમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલથી એએસઆઈ સુધીનાઓની ફેરબદલનો ઘાણવો ગમે ત્યારે સંભવત: આજે પણ નીકળી શકે. આ લીથામાં પીસીબીમાં પણ કેટલાક ઓર્ડરો થનારા હોવાનું જાણવા મળે છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application