રાજકોટ એલસીબીની ટીમે ઉપેલેટામાં રહેણાંક મકાનમાં દરોડો પાડી ઈંગ્લીસ દાની બોટલ નગં ૧૦૮ સાથે શખ્સને ઝડપી લીધો હતો. ઝડપાયેલા શખ્સની પૂછપરછમાં દાનો જથ્થો ભાવનગરના દિપક ત્રિવેદી પાસેથી લીધો હોવાની કબૂલાત આપતા તેને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.
રાજકોટ જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડ દ્રારા જિલ્લામાં દા–જુગારની પ્રવૃત્તિ કરતા શખસોને મુદામાલ સાથે ઝડપી પાડી કાર્યવાહી કરવા અંગેની સૂચનાના પગલે એલસીબી પીઆઇ વી.વી.ઓડેદરાની રાહબરીમાં ટિમ પેટ્રોલીંગમાં હતી ત્યારે પો.હેડ.કોન્સ.શકિતસિંહ જાડેજા, અરવિંદસિંહ જાડેજા અને કૌશિકભાઈ જોશીને ચોકકસ બાતમી મળી હતી હતી, ઉપલેટાના જીરાપા પ્લોટમાં રહેતો રોનક ઉર્ફે રજુ પરસોતમ ઘાડીયા પોતાના રહેણાંક મકાનમાં ઈંગ્લીસ દા રાખી વેચાણ કરી રહ્યો છે. જે બાતમીના આધારે એલસીબીની ટીમે દરોડો પાડી મકાનમાં છુપાવેલો ૧૦૮ બોટલ દા કબ્જે કરી રોનકની ધરપકડ કરી ઉપલેટા પોલીસમાં ગુનો નોંધાવ્યો હતો. શખ્સની પુછપરછમાં દા ભાવનગરનો દિપક ત્રિવેદી આપી ગયાનું ખુલતા પોલીસે દીપક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech