કુદરતી કે કૃત્રિમ રીતે ઉભો કરેલ અકસ્માત ઝોન...???

  • October 13, 2023 11:33 AM 

આ તસ્વીર તાજેતરના નેશનલ હાઈવે નંબર 51 દ્વારકા - સોમનાથ હાઈવેના છે, જે દેવભૂમિ દ્વારકા જિલ્લા ના કલ્યાપુર તાલુકાના ગાંગડી ગામ પાસેના છે. આપ સ્પષ્ટ રીતે જોઈ શકો છો કે રસ્તાની બન્ને બાજુઓ બાવળ ના ઝાડથી ઢંકાઈ ગઈ છે.


આ રોડ પર મોટા વાહનો ની સૌથી વધુ અવર જવર થતી હોય છે. ત્યારે રોડની બન્ને બાજુએ ઉગેલા ઝાડવાઓ/ વૃક્ષોથી અકસ્માતનો ભય રહે છે અને અવાર નવાર આ જગ્યા પર અકસ્માતો થયેલા છે તો વહેલી તકે આ ઝાડવાઓ/ વૃક્ષો ને ત્યાંથી દુર કરવા અંગેની મારા દ્વારા નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઈંન્ડીયા ને ઓનલાઈન ફરીયાદ પણ કરેલ જેના ફરીયાદ નંબર 322526 છે.

આ ફરીયાદના જવાબમાં તંત્ર દ્વારા ત્યાં જગ્યાનો વિવાદ ચાલુ છે એટલા માટે ત્યાં આવેલ ઝાડવાઓ/ વૃક્ષો કાપવામાં નહિં આવે એવું જણાવીને મારી ફરીયાદને બંધ કરવા ફરજ પાડી છે. પરંતું જ્યાં સુધી આ વૃક્ષોને કાપવામાં નહિં આવે અને અરજીનો યોગ્ય નીકાલ કરવામાં નહિં આવે ત્યાં સુધી મારા દ્વારા તંત્રને સતત અરજીઓ અને રજુઆતો કરવામાં આવશે. તેમ જિલ્લા પંચાયત ભાટિયા સીટ ના સભ્ય અરવિંદ ભાઈ આંબલીયા દ્ગારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application