દરિયાની ઊંડાઈમાંથી મળી આવી રહસ્યમય વસ્તુ, વૈજ્ઞાનિકો પણ આશ્ચર્યચકિત

  • July 24, 2024 02:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


​​​​​​​દુનિયામાં ઘણી એવી વસ્તુઓ છે જેના વિશે વૈજ્ઞાનિકો પણ હજુ સુધી જાણી શક્યા નથી. આ જ કારણ છે કે દરરોજ કોઈને કોઈ નવી શોધ આપણી સામે આવતી રહે છે. આવી જ એક શોધ સમુદ્રના ઊંડાણમાં કરવામાં આવી હતી, જ્યાંથી કંઈક એવું બહાર આવ્યું છે જેણે વૈજ્ઞાનિકોને પણ આશ્ચર્યચકિત કરી દીધા છે. વૈજ્ઞાનિકોને પ્રથમ વખત સમુદ્રની ઊંડાઈમાં ડાર્ક ઓક્સિજન મળ્યો છે. આ જોઈને વૈજ્ઞાનિકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. સવાલ એ ઉઠી રહ્યો છે કે સમુદ્રની ઊંડાઈમાં એક અલગ પ્રકારનો ઓક્સિજન બની રહ્યો છે જ્યાં સૂર્યપ્રકાશ પણ પહોંચી શકતો નથી.


ડાર્ક ઓક્સિજન શું છે?


ઉત્તર પેસિફિક મહાસાગરના ક્લેરિયન ક્લિપરટન ઝોનમાં ધાતુના નાના નોડ્યુલ્સ મળી આવ્યા છે. આ નોડ્યુલ્સ સંપૂર્ણપણે સમુદ્રના તળિયે ફેલાયેલા છે. આશ્ચર્યની વાત એ છે કે આ નોડ્યુલ્સ પોતાનો ઓક્સિજન ઉત્પન્ન કરે છે, જેને વૈજ્ઞાનિકોએ ડાર્ક ઓક્સિજન નામ આપ્યું છે. ધાતુના બનેલા આ નોડ્યુલ્સ બટેટા જેવા હોય છે. આ નોડ્યુલ્સએ સંપૂર્ણ અંધકારમાં ઓક્સિજન ઉત્પન્ન કર્યો છે. આ જ કારણ છે કે અહીં ઉત્પન્ન થતા ઓક્સિજનને 'ડાર્ક ઓક્સિજન' નામ આપવામાં આવ્યું છે, કારણકે અહીં સૂર્યપ્રકાશ પહોંચતો નથી.


જ્યારે વૈજ્ઞાનિકોએ ફરીથી તપાસ કરવી પડી હતી


સ્કોટિશ એસોસિએશન ફોર મરીન સાયન્સ (SAMS)ના વૈજ્ઞાનિક એન્ડ્રુ સ્વીટમેનના જણાવ્યા અનુસાર, જ્યારે તેમને પહેલીવાર આ ડેટા મળ્યો ત્યારે તેમને લાગ્યું કે સેન્સર ફેલ થઈ ગયા છે. કારણકે સમુદ્રના તળિયે આવું ક્યારેય કોઈએ જોયું નથી. આ એક એવી જગ્યા છે જ્યાં હંમેશા એવું માનવામાં આવતું હતું કે ઓક્સિજન ઉત્પન્ન થતો નથી કે વપરાશ થાય છે. તેથી  જ્યારે ડાર્ક ઓક્સિજન વિશે પ્રકાશમાં આવ્યું, ત્યારે વૈજ્ઞાનિકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા અને તેની ફરીથી તપાસ કરવામાં આવી.


જ્યાં સૂર્યપ્રકાશ નથી ત્યાં ઓક્સિજન કેવી રીતે આવ્યો?


13 હજાર ફૂટની ઉંડાઈએ ડાર્ક ઓક્સિજન મળી આવ્યો છે, જ્યાં તરંગો નથી. આ જગ્યાએ સૂર્યપ્રકાશ નથી. ઓક્સિજન કુદરતી રીતે એટલે કે પ્રકાશસંશ્લેષણ દ્વારા ઉત્પન્ન થતો નથી. એક પદ્ધતિ એમોનિયાનું ઓક્સિડેશન છે. જેમાંથી ઓક્સિજન ભર નીકળે છે. જો કે આ પ્રથમ વખત છે જ્યાં ડાર્ક ઓક્સિજનની શોધ થઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application