મોબાઇલ રીપેરીંગ ધંધાર્થીએ સગીરા પર દુષ્કર્મ આચર્યું: ભાયાવદરમાં ગુનો નોંધાયો

  • September 19, 2024 11:23 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભાયવાદર પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ઘટના અંગે ફરિયાદ નોંધાવવામાં આવી છે.જેમાં મોબાઇલ રીપેરીંગની દુકાન ધરાવતા શખસે સગીરા સાથે પરીચય કેળવી તેની ભોળવી તેના પર બે વાર દુષ્કર્મ આચર્યુ હતું.એક વખત તેણે પોતાના કાકાની વાડીએ જયારે બીજી વખત સગીરાના પિતાના કારખાને તેની સાથે બદકામ કયુ હતું.આ અંગે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે દુષ્કર્મ અને પોકસો એકટની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
દુષ્કર્મના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, ભાયાવદરમાં મોબાઇલ રીપેરીંગ કરવા ગયેલ સગીરા સાથે યુવકે પરિચય મેળવી પ્રેમજાળમાં ફસાવી સગીરા પર બે વાર દુષ્કર્મ આચયુ હતું. પ્રથમ વાર આરોપીએ પડવાલામાં તેના કાકાની વાડીએ સગીરાને લઈ જઈ ત્યાં દુષ્કર્મ આચયુ હતું. અને બાદમાં ભાયાવદરમાં સગીરાના પિતાના કારખાને લઈ જઈ ત્યાં પણ દુષ્કર્મ આચયુ હતું.આ અંગે જાણ થયા બાદ સગીરાના પરિવારજનોએ આ મામલે ભાયાવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.જેને લઇ ભાયાવદર પોલીસે પોકસો અને દુષ્કર્મની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application