દૂધ વેચનારની દીકરીએ પેરિસ પેરાલિમ્પિક્સમાં કર્યો કમાલ, દોડીને રચ્યો ઈતિહાસ

  • September 02, 2024 05:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


100 મીટર હોય કે 200 મીટરની રેસ, ઓલિમ્પિક અને પેરાલિમ્પિક્સમાં મેડલ જીતવું એ ભારત માટે એક સ્વપ્ન સાકાર થવા જેવું છે. આ સ્વપ્નને વાસ્તવિકતામાં ફેરવીને 48 કલાકમાં બે વખત પેરિસ પેરાલિમ્પિક્સમાં ભારતીય ત્રિરંગો લહેરાવીને 23 વર્ષની પ્રીતિ પાલે પૂર્ણ કર્યું છે. પ્રીતિ પાલે 30 ઓગસ્ટના રોજ 100 મીટરની દોડમાં અને 1 સપ્ટેમ્બરના રોજ 200 મીટરની દોડમાં કાંસ્ય જીત્યો હતો. જેની સાથે તે પેરાલિમ્પિક ગેમ્સની ટ્રેક અને ફિલ્ડ ઇવેન્ટમાં 2 મેડલ જીતનારી ભારતની પ્રથમ મહિલા બની હતી.


સેરેબ્રલ પાલ્સીના રોંગ સામે લડ્યા અને જીત્યા  

પેરિસ પેરાલિમ્પિક્સમાં ઈતિહાસ રચનાર પ્રીતિ પાલની સક્સેસ સ્ટોરી દેખાય છે એટલી સરળ નથી. પ્રીતિ પાલ યુપીના મુઝફ્ફરનગર જિલ્લાના હાશમપુર ગામની રહેવાસી છે. તેઓ બાળપણથી જ સેરેબ્રલ પાલ્સી નામની બીમારીથી પીડાતા હતા. તેના પિતા અનિલ કુમાર પાલ દૂધની ડેરી ચલાવે છે. પ્રીતિ તેના 4 ભાઈ-બહેનોમાં બીજા નંબરે છે.


આ કોચ પાસેથી તાલીમ લઇ મેળવી સફળતા

પિતા અનિલ કુમાર પાલે તેમની પુત્રીની બિમારીનો મેરઠથી દિલ્હી સુધી ઈલાજ કરાવ્યો પરંતુ તેમને ખાસ સફળતા મળી નહીં. આવી સ્થિતિમાં પ્રીતિએ જીવનમાં જે કંઈ મળ્યું તેનો ઉપયોગ પોતાની તાકાત તરીકે કરવાનું નક્કી કર્યું. પ્રીતિ પાલની સફળતાની સફર આ ઈરાદાથી શરૂ થઈ હતી. કોચ ગજેન્દ્ર સિંહ પાસેથી તાલીમ લઈને તેણે ધીમે ધીમે પ્રગતિની સીડી ચડવાની શરૂઆત કરી.


પેરિસ પેરાલિમ્પિક્સમાં ભારતીય ધ્વજ લહેરાવતા પહેલા પ્રીતિએ વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં પણ પોતાનું નામ રોશન કર્યું હતું. તેણે 2024માં જાપાનમાં યોજાયેલી તે સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ પણ જીત્યો હતો અને હવે ભારતને પેરિસ પેરાલિમ્પિક્સમાં એક પછી એક બે મેડલ જીતીને ગૌરવ સાથે આનંદ કરવાની બેવડી તક આપવામાં આવી છે.


જેઓ કહેતા હતા કે લગ્નમાં તકલીફ થશે, હવે કહે છે કે તેં સારું કર્યું


યુપીના એક દૂધ વેચનારની દીકરી હવે ભારતની પ્રિય બની ગઈ છે. તેના પિતા અનિલ કુમાર પાલ જણાવે છે કે લોકો તેને કહેતા હતા કે તે વિકલાંગ છે તેથી છોકરીના લગ્નમાં મોટી સમસ્યા આવશે. પેરિસની સફળતા બાદ હવે તે તેમને કહી રહ્યા છે કે છોકરીએ ખૂબ જ સારું કામ કર્યું છે. સમગ્ર વિશ્વમાં ભારતની પ્રતિષ્ઠા વધી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application