ડેમ ના પાળા પર સેલ્ફી ના ચક્કરમાં પત્ની પાણી માં પડી ગયા પછી પતિએ પણ ઝંપલાવ્યું: બન્ને ને ઇજાગ્રસ્ત હાલતમાં જી.જી.હોસ્પિટલમાં ખસેડયા
જામનગરના રણજીત સાગર ડેમ પર રવિવારે સાંજે સાતેક વાગ્યાના અરસામાં ફરવા માટે ગયેલા પર પ્રાંતિય દંપતી એક પછી એક પાણીમાં પડી ગયા હોવાની ઘટના સામે આવતાં ફાયરતંત્ર દોડતું થયું હતું, અને બંનેને બચાવી લીધા હતા. તેઓને ઈજા થઈ હોવાથી સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા છે. સમગ્ર મામલે પોલીસ ઉંડાણપૂર્વકની તપાસ ચલાવી રહી છે.
આ બનાવની વિગત એવી છે કે મૂળ ઉત્તર પ્રદેશના વતની અને હાલ જામનગરમાં રહેતા પર પ્રાંતિય દંપતી કે જેમાં યુવકનું નામ મોહિત પાંડે (ઉ.વ.૨૯) અને તેની પત્ની પ્રતિમાબેન પાંડે (ઉ.વ.૨૭)તેમજ તેનું ચાર વર્ષનું બાળક રવિવારે સાંજે રણજીત સાગર ડેમ પર ફરવા માટે ગયા હતા, જ્યાં સાત વાગ્યાના અરસામાં ડેમના પાળા પરથી એકાએક પત્ની એ સેલ્ફી લેવા જતાં પગ લપસી જવાથી પાણીમાં પડી હતી. ત્યારબાદ તેની પાછળ પતિએ પણ ડેમના પાણીમાં પડતું મૂકી દીધું હતું, અને કાંઠા પર ઉભા રહેલા ચાર વર્ષના બાળકે ભારે આક્રંદ કર્યું હતું.
તેઓ નીચે પડ્યા પછી ડેમના પાળા ના એક પથ્થરને પકડીને પાણીમાં કાંઠે તરતા રહયા હતા.
જે બનાવની જાણ કરાતાં જામનગર મહાનગર પાલિકાની ફાયર શાખા ની ટુકડી તુરતજ રણજીત સાગર ડેમ પર પહોંચી હતી, અને લાઈફ જેકેટ- રસ્સા વગેરેને પાણીમાં નાખીને દંપત્તિને એક પછી એક બહાર કાઢી લીધા હતા. જેમાં પતિને પગમાં ઈજા થઈ છે, જ્યારે પત્નીને કમરના ભાગમાં ઇજા થઈ છે.
જે બંને ઇજાગ્રસ્તોને ૧૦૮ નંબરની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ બનાવની જાણ થતાં પંચકોષી બી. ડિવિઝનનો પોલીસ કાફલો રણજીત સાગર ડેમ પર તેમજ જી.જી. હોસ્પિટલમાં દોડી ગયો હતો, અને સમગ્ર બનાવ અંગે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.
***
કાલાવડ નજીક નાની નાગાજર ગામમાં શ્રમિક યુવાનને પાણીની મોટર ચાલુ કરવા જતાં વીજ આંચકો લાગવાથી અપમૃત્યુ
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નાની નાગાજર ગામમાં રહીને ખેતી કામ કરતા શ્રમિક યુવાનને પાણીની મોટર ચાલુ કરવા જતી વેળાએ વિજ આંચકો લાગ્યો હતો અને તેનું મૃત્યુ નીપજ્યું છે.
આ બનાવની વિગત એવી છે કે મૂળ દાહોદના વતની અને હાલ કાલાવડના નાની નાગાજર ગામમાં કુલદીપભાઈ ગોરધનભાઈ પટેલની વાડીમાં રહીને ખેતી કામ કરતાં રાહુલ જશુભાઈ ભુરીયા નામના ૨૦ વર્ષના શ્રમિક યુવાનને પાણીને મોટર ચાલુ કરવા જતી વેળાએ એકાએક વીજ આંચકો લાગ્યો હતો, અને તેનું મૃત્યુ નીપજ્યું છે. આ બનાવ અંગે મૃતકના પિતા જશુભાઈ વાલસિંગભાઈ ભુરિયાએ પોલીસને જાણ કરતાં કાલાવડ ગ્રામ્ય પોલીસે મૃતદેહ નો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.
***
આખલાએ ઢિંકે ચડાવતા ઓખાના વૃદ્ધનું મૃત્યુ
ઓખામાં ગાંધીનગરી વિસ્તારમાં રહેતા કરીમભાઈ મંગાભાઈ ચાવડા નામના ૭૧ વર્ષના મુસ્લિમ ભડેલા વૃદ્ધને રસ્તે રખડતા ખૂંટિયાએ પછાડી દેતા ગંભીર રીતે ઘવાયેલા કરીમભાઈ ચાવડાને લોહી લુહાણ હાલતમાં વધુ સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવની જાણ મૃતકના પુત્ર હમીદભાઈ કરીમભાઈ ચાવડાએ ઓખા મરીન પોલીસને કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર મનપામાં લાખોટા તળાવની પાળે રેકડીઓ બંધ કરાવવા મામલે વિપક્ષ નગરસેવિકા વિફર્યા
May 14, 2025 05:54 PMસચાણાના યુવકે ઇન્સ્ટામાં વિડીયો શેર કર્યો..અને પોલીસે કરી ધરપકડ.
May 14, 2025 05:52 PMભારતમાં પીળું તરબૂચ ક્યાંથી આવ્યું? જાણો તેના અદ્ભુત સ્વાસ્થ્ય લાભો
May 14, 2025 04:49 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech