સુરેન્દ્રનગરના જોરાવરનગરમાં પાનની દુકાનના ધંધાર્થીની ગોળી ધરબી હત્યા કરી દેવામાં આવતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. હત્યાના બનાવને લઈને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસ શ કરી હતી. આધેડની હત્યા ફટાકડાના .૩૫ હજારની ઉઘરાણીના પ્રશ્ને વનરાજ ખાચર નામના શખ્સે કરી હોવાનું ખુલ્યું છે. મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
પ્રા વિગત મુજબ જોરાવરનગરમાં રહેતા અને મયુર પાન નામની દુકાન ધરાવતા જીતેન્દ્રસિંહ અગરસિંહ ગોહિલ (ઉ.વ.૫૦) નામના આધેડ ગત સાંજે તેમની પાનની દુકાને હતા ત્યારે ગામમાં જ રહેતો વનરાજ કાળુભાઇ ખાચર નામના શખ્સ સાથે બોલાચાલી થયા બાદ વનરાજે પોતા પાસે રહેલી રિવોલ્વરથી ફાયરિંગ કરતા ગોળી જીતેન્દ્રસિંહના પેટમાં લાગી જતા લોહી લુહાણ હાલતમાં ઢળી પડા હતા. ફાયરિંગની ઘટનાને પગલે આસપાસના દુકાનદારોમાં ભયનો માહોલ ફેલાયો હતો. બનાવની જાણ જીતેન્દ્રસિંહના પરિવારજનોને કરવામાં આવતા દોડી ગયા હતા અને ગંભીર હાલતમાં સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલએ ખસેડવામાં આવ્યા હતા પરંતુ સારવાર કારગત નીવડે પહેલા દમ તોડી દેતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. હત્યાના બનાવની જાણ પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે અને હોસ્પિટલ પહોંચી જરી પંચરોજ કામની કાર્યવાહી કરી મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
જેની હત્યા કરવામાં આવી છે એ જીતેન્દ્રસિંહ ચાર ભાઈ બે બહેનમાં નાના હતા અને સંતાનમાં એ પુત્ર બે પુત્રી છે. પરિવારના કહેવા મૂજબ ગઈ દિવાળીએ ભત્રીજા મયુરસિંહએ પાનની દુકાનની બાજુમાં ફટાકડાનો સ્ટોલ કર્યેા હતો ત્યારે વનરાજ ખાચર ૩૫ હજારના ફટાકડા બાકીમાં લઇ ગયો હતો. ગઈકાલે વનરાજ દુકાન પાસે આવતા જીતેન્દ્રસિંહએ ફટાકડાના બાકીના પૈસાની ઉઘરાણી કરતા ઉશ્કેરાઈ જઈ ફાયરિંગ કરી ગોળી ધરબી દઈ હત્યા નિપજાવી હતી. જોરાવરનગર પોલીસે શખ્સ સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડની તજવીજ હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપુતિનની આ કાર આટલી ખાસ કેમ? પીએમ મોદીની કાર કરતા છે આ રીતે અલગ
November 21, 2024 05:00 PMહળવદ : જાહેર રસ્તા પર ઇંડા ફેંકી જનાર સામે ભભૂકયો રોષ
November 21, 2024 04:44 PMBCCIની મોટી જાહેરાત, ટેસ્ટ સિરીઝના 1 દિવસ પહેલા ટીમ ઈન્ડિયામાં ફેરફાર, આ ખેલાડીની એન્ટ્રી
November 21, 2024 04:39 PMસલમાન ખાનની 25 વર્ષ જૂની 'બીવી નંબર 1' ફિલ્મનું ટ્રેલર રિલીઝ, આ દિવસે ફરી જોઈ શકાશે સિનેમાઘરોમા
November 21, 2024 04:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech