અકસ્માતમાં બ્રેનડેડ જાહેર થયેલા આધેડના અંગોના દાન માટે ગ્રીન કોરીડોર થકી અમદાવાદ લઇ જવાયા

  • November 04, 2023 05:38 PM 

નોઘણવદર નજીક ત્રણ દિવસ પૂર્વે સર્જાયેલા અકસ્માતમાં ખાનગી હોસ્પિટલમાં સારવારમાં લગાયેલા આધેડને તબીબે બ્રાન્ડેડ જાહેર કરાતા તેમના પરિવારજનોએ કિડની અને લીવરનું દાન કરવા માટે સહમતિ આપતા ઓર્ગન્સને ગ્રીન કોરીડોર સાથે અમદાવાદ મોકલવામાં આવ્યા હતા.


 ભાવનગર જિલ્લાના નોઘણવદર નજીક તારીખ ૧-૧૧ ના રોજ વાહન અકસ્માતની ઘટના બની હતી. આ અકસ્માતની ઘટનામાં મહેશભાઈ બોઘાભાઈ મારુ (ઊ.વ.૫૬) ને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેઓને સારવાર અર્થે ભાવનગરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર બાદ જાણીતા તબીબ ડૉ. રાજેન્દ્ર કાબરીયા દ્વારા આધેડને બ્રેનડેડ જાહેર કરાયા હતા. ત્યારબાદ તબીબ દ્વારા આધેડના પરિવારજનોને અંગદાન અંગે માહિતી આપવામાં આવી હતી. જે અંગે પરિવારજનો દ્વારા અંગદાન માટે સહમતી આપવામાં આવતા હોસ્પિટલ દ્વારા અમદાવાદ ખાતે મોકલી આપવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. શહેરના જેલ રોડ પર આવેલી ખાનગી હોસ્પિટલ ખાતેથી અમદાવાદની ઝાયડસ હોસ્પિટલ ખાતે બ્રેનડેડ થયેલા આધેડ મહેશભાઈના લીવર અને બંન્ને કિડનીને પોલીસના ગ્રીન કોરિડોર સાથે અમદાવાદ મોકલી આપવામાં આવ્યા હતા. આ અંગદાન કાર્યમાં આધેડના પરિવારજનો, ખાનગી હોસ્પિટલના ડોક્ટર અને પોલીસ તંત્ર દ્વારા સહયોગ આપી અન્ય માનવ જિંદગી બચાવવાંમાં મદદરૂપ બન્યા હતા. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application