પડધરીના રંગપર નજીક કારની ઠોકરે ચડી જતાં ચોટીલાના આધેડનું મોત

  • December 18, 2024 11:16 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)





ચોટીલાના ચીરોડા ગામે રહેતા અને રાજકોટના રંગપર ગામે રેતીના પ્લાન્ટમાં મજૂરી કામ કરતા ધનજીભાઈ ઉકાભાઇ ચાવડા (ઉ.વ.૫૦)નામના આધેડ ગત સાંજે સાતેક વાગ્યે રંગપર ગામના પાટિયા પાસે ચાલીને જઈ રહ્યા ત્યારે પુરપાટ ઝડપે આવેલી કારે આધેડને અડફેટે લેતા રોડ પર પટકતા માથા સહિતના ભાગે ઈજાઓ થતા કાર ચાલકે કાર રોકી ૧૦૮ને જાણ કરી ૧૦૮ મારફતે રાજકોટ સિવિલ હોસ્પિટલએ ખસેડા હતા. પરંતુ ગંભીર ઇજા થવાથી સારવાર કારગત નીવડે પહેલા જ આધેડએ દમ તોડી દીધો હતો. બનાવની જાણ પરિવારજનોને કરવામાં આવતા પરિવાર પણ હોસ્પિટલએ પહોંચી આધેડના નિષ્પ્રાણ દેહને જોઈ કલ્પાંત કર્યેા હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે પડધરી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે જરી કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application