તળાજા તાલુકાન રાજપરા-2 ગામના આધેડ પોતાનું બાઈક લઈને તણસા જઈ રહ્યા હતા. ત્યારે તણસાના નાળા પાસે કારના ચાલકે બાઈકને અડફેટે લઈ ગંભીર ઈજા પહોંચાડતા આધેડનું સ્થળ પર મોત નિપજવા પામ્યુ હતું. જ્યારે અકસ્માત સર્જી ચાલક ફરાર બન્યો હતો.
તળાજા તાલુકાના રાજપરા-2 ગામે રહેતા જયંતીભાઈ મીઠાભાઈ ખડોદરા પોતાનુ બાઈક લઈને બપોરના અરસા દરમિયાન તણસા જઈ રહ્યા હતા. તે વેળાએ તણસા ગામના નાળા પાસે પહોંચતા અલ્ટીકા કાર નંબર જીજે. 07. ડીએફ- 2319ના ચાલકે પોતાની કાર પુરપાટ ઝડપે અને બેફિકરાઈ પુર્વક ચલાવી બાઈકને અડફેટે લઈ જયંતીભાઈને ગંભીર ઈજા પહોંચાડી મોત નિપજવ્યુ હતું. જ્યારે અકસ્માત સર્જી કારનો ચાલક કાર સ્થળ પર છોડી નાસી છુટ્યો હતો. ઉક્ત બનાવ સંદર્ભે મૃતકના ભત્રીજા મહેશકુમાર બચુભાઈ ખડોદરાએ ઘોઘા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરાર અલ્ટીકા કાર નંબર જીજે. 07. ડીએફ- 2319ના ચાલક સામે ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર જિલ્લામાં પશુઓની ૫૫ ટકા વસ્તી ગણતરી સંપન્ન
January 24, 2025 04:56 PMઆ એક વસ્તુને લીંબુમાં મિક્સ કરીને વાળમાં લગાવવાથી ડેન્ડ્રફ થઇ જશે દૂર
January 24, 2025 04:51 PMજાણો દરરોજ એક અંજીર ખાવાના શ્રેષ્ઠ ફાયદાઓ
January 24, 2025 04:45 PMગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં પર્યટન સ્થળો પર જાણો કેટલા સહેલાણીઓ ઉમટ્યા, આંકડો જાણી ચોકી જશો
January 24, 2025 04:35 PMઅમૂલ ગોલ્ડ, તાજા અને ટી સ્પેશિયલના 1 લિટરના પાઉચના ભાવમાં 1 રૂપિયાનો ઘટાડો, જાણો નવા ભાવ
January 24, 2025 04:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech