૪૭ વર્ષના આધેડ અને ૧૨ વર્ષની કિશોરીએ એકસાથે ઝેર પી લીધુ

  • May 16, 2024 12:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ ભાગોળે સાત હનુમાન ચોકડી પાસે ધમલપરમાં રહેતા પાંચ સંતાનના પિતા ૪૭ વર્ષના ઢગાએ ચોટીલા રહેતી દૂરના કૌટુંબિક ભાઈની ૧૩ વર્ષની દીકરી સાથે વખઘોળતા આધેડને સિવિલ હોસ્પિટલમાં અને તરૂણીને ઝનાના હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. તરૂણી સાથે કોઈ અઘટિત ઘટના ઘટી છે કે કેમ એ જાણવા પોલીસે મેડિકલ ચેકઅપ કરાવવા માટેની તજવીજ હાથ ધરી છે.

બનાવની પ્રા વિગત મુજબ સોખડા નજીક ધમલપર ગામે રહેતો અને ખેત મજૂરી કામ કરતો દિનેશ જકશીભાઈ સાડમીયા (ઉ.વ.૪૭) નામના આધેડ અને ચોટીલાની ૧૨ વર્ષીય તણીએ કુવાડવા રોડ પર સાત હનુમાન ચોકડી પાસે ઝેરી દવા પી લેતા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે કુવાડવા પોલીસને કરતા પોલીસ હોસ્પિટલએ પહોંચી જરી કાર્યવાહી કરી હતી. ઝેર પી લેનાર દિનેશને સંતાનમાં ત્રણ દીકરી બે દીકરા છે, જેમાં મોટા પુત્ર વિપુલ માટે ચોટીલા રહેતા દૂરના કૌટુંબિક ભાઈના આગલા ઘરની દીકરી સાથે વરસ દિવસ પહેલા સગપણ નક્કી કયુ હતું. બે દિવસ પહેલા એ ઘરેથી ભાગી ગઈ હતી આથી તેના પિતા અને કૌટુંબિક ભાઈનો મને ફોન આવ્યો હતો કે, અમારી દીકરીને તમે સંઘરી રાખી છે, જો નહીં મળે તો જાનથી મારી નાખીસ આવો ખોટો આક્ષેપ કરતા ધમકીથી ડરી જઈ મેં દવા પીધી લીધી હતી. ત્યારે તથ્ય શું છે એ જાણવા તણી ભાનમાં આવ્યા બાદ પોલીસ નિવેદન નોંધે પછી જ સામે આવી શકે છે. તણી સાથે કોઈ શારીરિક સબધં બાંધવામાં આવ્યા છે કે નહીં એ જાણવા પોલીસે તેણીને ઝનાના હોસ્પિટલમાં ખસેડી મેડિકલ ચેકઅપ કરાવી આગળની તપાસ હાથ ધરી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News