જામનગર લાલપુર તાલુકાના મોડપર ગામે ગ્રામ સમૃદ્ધિ પ્રોજેક્ટ અંતર્ગત પશુ પ્રદર્શની તથા પશુ પાલકો માટે માર્ગદર્શક કાર્યક્રમ યોજાયો

  • December 25, 2024 12:23 PM 

જામનગર લાલપુર તાલુકાના મોડપર ગામે ગ્રામ સમૃદ્ધિ પ્રોજેક્ટ અંતર્ગત પશુ પ્રદર્શની તથા પશુ પાલકો માટે માર્ગદર્શક કાર્યક્રમ યોજાયો

પશુપાલકોને જિલ્લાના પશુ ચિકિત્સા અધિકારીઓ દ્વારા પશુપાલનને લગતી વિવિધ યોજનાકિય જાણકારી અપાઈ
​​​​​​​

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મોડપર ગામે નયારા એનર્જી પ્રા.લિ.તથા BISLD- BAIF દ્વારા અમલીકૃત ગ્રામ સમૃદ્ધિ પ્રોજેક્ટ અંતર્ગત પશુ પ્રદર્શન હરીફાઈ તથા પશુ પાલકો માટે માર્ગદર્શન કાર્યક્રમ યોજવામા આવ્યો હતો.જેમાં અંદાજિત ૧૦૦ થી વધુ પશુપાલકો જોડાયા હતા.જેમાં નયારા એનર્જી પ્રા.લિ.તથા BISLD- BAIF  ના અધિકારીઓ તથા પશુપાલન શાખા જિલ્લા પંચાયત જામનગર સંચાલિત પશુ દવાખાના લાલપુરના પશુ ચિકિત્સા અધિકારી શ્રી ડો.અંકિત પટેલ તથા પશુ દવાખાના મોડપરના પશુચિકિત્સા અધિકારી શ્રી ડો.ડી.એન.બંધિયાએ પશુપાલકોને પશુ પોષણ, પશુ આરોગ્ય, પશુ આહાર, પશુ સંવર્ધન તથા સેક્સ સોર્ટેડ સિમન દ્વારા પશુઓમા કૃત્રિમ બીજદાન, પશુધન વીમા સહાય યોજના, પશુધન કિસાન ક્રેડિટ કાર્ડ,  ૨૧મી પશુધન વસ્તી ગણતરી જેવી વખતો વખત સરકાર દ્વારા અમલીકૃત થતી વિવિધ યોજનાઓ વિશે માહિતગાર કર્યા હતા. ઉપરાંત હાજર રહેલ પશુઓ માલિકોને પ્રોત્સાહન ભેટ તથા મીનરલ મિક્સર આપવામાં આવ્યા હતા.

આ અંગે વધુ માહિતી આપતા નાયબ પશુપાલન નિયામક શ્રી તેજસ શુક્લએ જણાવ્યું હતું કે પશુ પ્રદર્શિનીનો મુખ્ય ઉદેશ પશુપાલકોમા જાગૃતિ લાવવા, વાછરડી-પાડીની સંભાળ અને વ્યવસ્થાપન થકી પશુ ફાર્મની ઉત્પાદકતા વધારવા, ફાર્મની લાંબા ગાળાની સફળતા, નફાકારકતા અને ટકાઉપણું સુનિશ્ચિત કરવાની છે. આજની વાછરડી કે પાડી એ આવતીકાલનુ દુધાળુ પશુ બની પશુપાલકોની આવક બમણી કરવામા મુખ્ય યોગદાન આપી શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application