પોરબંદરમાં ગુજરાત રાજય યોગ બોર્ડના ઝોન અને ડિસ્ટ્રિક્ટ કોર્ડીનેટર દ્વારા યોગ ટ્રેનરો સાથે વિશ્ર્વ ડાયાબિટીસ દિવસના ઉપલક્ષમાં યોજાનારી યોગ શિબિર અંગે બેઠક યોજાઈ હતી. ડાયાબિટીસ મુક્ત ગુજરાત યોગ શિબિરની સફળતા માટે ગુજરાત રાજય યોગ બોર્ડના ઝોન અને ડિસ્ટ્રિક્ટ કોર્ડીનેટર દ્વારા યોગ ટ્રેનરો સાથે થયેલી મહત્વની બેઠક વધુમાં વધુ લોકોને જોડાવા માટે પ્રયત્ન કરવામાં આવશે. તા.૧૪.૧૧.૨૦૨૪ થી ૨૮.૧૧.૨૦૨૪ આમ વિશ્ર્વ ડાયાબિટીસ દિવસના ઉપલક્ષમાં સમગ્ર ગુજરાતમાં દરેક જિલ્લા અને મહાનગરપાલિકામાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ડાયાબિટીસ મુક્ત ગુજરાતની થીમ સાથે યોગ શિબિરોનું આયોજન કરવામાં આવેલ છે,જે અંતર્ગત પોરબંદરમાં પણ મહારાજા નટવરસિંહજી ઉદ્યાન ખીજડી પ્લોટ ગાર્ડન ખાતે સવારે છ થી આઠ દરમિયાન ડાયાબિટીસ માટે યોગ શિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે આ આયોજનના સફળતા માટે સૌરાષ્ટ્ર-કચ્છના કો-ઓર્ડીનેટર વિજયભાઈ શેઠ જિલ્લા કોર્ડીનેટર કેતનભાઇ કોટિયા અને જિલ્લાના સક્રિય અને સેવાભાવી ટ્રેનરો સાથે એક મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં આગામી તા.૧૪.૧૧.૨૦૨૪ ના રોજ યોજનાર ડાયાબિટીસ માટે યોગ શિબિર માં વધુમાં વધુ લોકો લાભ લઈ શકે આ માટેની દિશા સુચન કરવામાં આવ્યુ હતુ, અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજય યોગ બોર્ડના ચેરમેન પ્રચંડ પુરુષાર્થી યોગ સેવક શિશપાલજી રાજપુતના સીધા માર્ગદર્શનમાં સમગ્ર ગુજરાતમાં ડાયાબિટીસ ગ્રસ્ત રોગીઓ માટે યોગ દ્વારા ડાયાબિટીસને મેનેજ કરી શકે જે માટે સાયન્ટિફિક અને વૈજ્ઞાનિક આધારિત આસનો,પ્રાણાયામો આહાર, વિહાર વગેરેનું સચોટ માર્ગદર્શન આપવામાં આવશે આ માટે ખાસ આ બેઠકમાં પધારેલ સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લાના કો-ઓર્ડીનેટર વિજયભાઈ શેઠ અને પોરબંદરના કો-ઓડીનેટર કેતન કોટિયાએ પોરબંદરના નાગરિકોને વિશેષ આહવાન કરેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMપૂર્વ CM વસુંધરા રાજેના કાફલાનો પાલીમાં અકસ્માત, પોલીસનું વાહન પલટતા પાંચ પોલીસકર્મી ઘાયલ
December 22, 2024 07:46 PMPM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન, 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર'થી સન્માનિત
December 22, 2024 07:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech