ઈણાજ ખાતે પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાએ ઈકોસેન્સિટિવ ઝોનના જાહેરનામાં અંગે બેઠક બોલાવી

  • October 31, 2024 10:44 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મુળુભાઈએ ગ્રામજનો અને ખેડૂતોના પ્રશ્નો અંગે ચર્ચા કરાઈ
 જિલ્લ ા કલેકટર કચેરી ઈણાજ ખાતે રાયના વન અને પર્યાવરણ મંત્રી મૂળુભાઈ બેરાએ  ગીર રક્ષિત વિસ્તારના ઇકોસેન્સેટીવ ઝોનના પ્રાથમિક જાહેરનામા અંગે ખેડૂતો, આગેવાનો અને ગ્રામજનો સાથે સંવાદ સાધ્યો હતો. મંત્રીએ શાંતિપૂર્વક ગ્રામજનોની રજૂઆતો તેમજ પ્રશ્નો સાંભળ્યા હતાં અને વન વિભાગ, પીજીવીસીએલ, સિંચાઈવિભાગ સહિતના સંલ વિભાગોને સુનિયોજિત રીતે પ્રશ્નોના ઉકેલ આવે એ દિશામાં કાર્ય કરવા નિર્દેશ આપ્યા હતાં.
મંત્રીએ જણાવ્યું હતું કે, સરકાર હંમેશા પ્રજાલક્ષી કાર્યેા જ કરતી આવી છે. ૨૦૧૬થી લઈને ૨૦૨૪ સુધીમાં ઈકોસેન્સેટિવ ઝોનમાં ઘટાડો કરવામાં આવ્યો છે. ઈકો સેન્સેટિવ ઝોન અંગે સુપ્રીમ કોર્ટના દિશાનિર્દેશ અનુસાર જ કાર્ય કરવામાં આવી રહ્યું છે.
મંત્રીએ ગ્રામ્યલેવલે આવતી મુશ્કેલીઓ, સેટલમેન્ટની મુશ્કેલીઓ, વનવિભાગની જમીન વિશેના પ્રશ્નો, ખેતીલક્ષી કામમાં ખેડૂતોને પડતી અગવડતાઓ વગેરે મુદ્દાઓ વિશે પીજીવીસીએલ, સિંચાઈ વિભાગ, માર્ગ અને મકાન વિભાગને પરસ્પર સંકલનથી સુનિયોજીત રીતે પ્રશ્નોના ઉકેલ આવે એ દિશામાં હકારાત્મક વલણ રાખી કામ કરવા માટે સૂચનો કર્યા હતાં.
સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ પીજીવીસીએલના નિયમોનુસાર વીજ કનેકશન મળવા અંગે, વનવિભાગના જૂના કાયદાઓ, પડતર જગ્યાઓની સામાજિક વનીકરણને સોંપણી, પાણીની સમસ્યાઓ તેમજ કાયદામાં ખેડૂતોને પડતી મુશ્કેલીઓ વગેરે વિશે ચર્ચા કરી હતી.
ચીફ વાઈલ્ડલાઈફ વોર્ડન પી.સી.શ્રીવાસ્તવે ખેડૂતોના એફ.સી.એ અંગેના પ્રશ્નો, સ્થાનિક સમસ્યાઓ વિશે વનવિભાગના અધિકારીઓને ત્વરીત નિરાકરણ આવે એ રીતે કામ કરવા સૂચનાઓ આપી હતી.
ડી.સી.એફ મોહન રામે પ્રેઝન્ટેશન દ્રારા ઈકો સેન્સેટિવ ઝોનનો પરિચય, ડ્રાટ નોટિફિકેશન, પ્રાથમિક જાહેરનામા મુજબ ઈકો સેન્સેટિવ ઝોન માટેના પરિબળો, વિસ્તારનું વિભાજન, મારણ ડેટા, રેડિયો કોલર ડેટા, જંગલની જમીન, સિંહ વસ્તી અંદાજ ડેટા, લેન્ડ કોરિડોર, ૧૭ નદીઓમાં સિંહોની હિલચાલની પેટર્નના આધારે રીપરાઈન કોરિડોર, ૩ જિલ્લ ાના ૧૧ તાલુકાના ૧૯૬ ગામ, પાંચ મુખ્ય નદી, ૧૨ ઉપનદી, ૪ લેન્ડ કોરિડોર, કોરિડોરનો કુલ વિસ્તાર, ૧૯૬ ગામનો રેવન્યૂ વિસ્તાર અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી.
બેઠકમાં જિલ્લ ા પંચાયત પ્રમુખ મંજૂલાબહેન મૂછાર, ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ, મુખ્ય વન સંરક્ષક આરાધના સાહ, નિવાસી અધિક કલેકટર રાજેશ આલ,  નાયબ વન સંરક્ષક પ્રશાંત તોમર (ગીર પશ્ચિમ), રાજદિપ ઝાલા (ગીર પૂર્વ), મદદનીશ વન સંરક્ષક વિકાસ યાદવ, ઉત્તમ મોરી, અગ્રણી ઝવેરીભાઈ ઠકરાર, મહેન્દ્રભાઈ પીઠિયા,  દિલિપભાઈ બારડ સહિત જિલ્લ ા અને તાલુકા પંચાયતના સભ્યો, કિસાન સંઘના હોદ્દેદારો, ખેડૂત આગેવાનો તેમજ વિવિધ ગામોના સરપંચઓ ઉપસ્થિત રહ્યાં હતાં



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application