જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ, જિલ્લાના પ્રગતિ હેઠળના વિકાસ કામોની કરાઈ સમીક્ષા

  • May 13, 2023 11:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ જિલ્લા પ્રભારી મંત્રી તથા રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલની અધ્યક્ષતામાં જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ હતી.


કલેકટર કચેરી ખાતે યોજાયેલી આ બેઠકમાં મંત્રીએ આઇ.સી.ડી.એસ. વિભાગના આંગણવાડીના મકાન, કમ્પાઉન્ડ વોલ, પાણી અને શૌચાલયની સુવિધા અંગે સૂચનો આપ્યા હતા. તેમજ શિક્ષણ વિભાગના પ્રશ્નો જેવા કે શાળાઓ સુધી પાકા રસ્તા, શાળામાં ગેટ, કમ્પાઉન્ડ વોલ, પાણી અને શૌચાલય બનાવવા અંગે માર્ગદર્શન આપ્યું હતું. વધુમાં, જિલ્લાના પ્રગતિ હેઠળના વિકાસ કામો તથા મંજૂર કરવાના બાકી હોય તેવી કામગીરીની સમીક્ષા કરી હતી. તથા પ્રગતિ હેઠળના વિકાસ કામો તાકીદે પૂર્ણ કરવા ઉપર ભાર મૂક્યો હતો.


જિલ્લા આયોજન અધિકારી બગીયાએ મંત્રીને જિલ્લાના આયોજન અંગેની બાબતોથી માહિતગાર કર્યા હતા. આ બેઠકમાં સાંસદ રામભાઈ મોકરીયા, ધારાસભ્યો ઉદયભાઈ કાનગડ, રમેશભાઈ ટીલાળા, ડો. દર્શિતાબેન શાહ, નિવાસી અધિક કલેકટર એસ. જે. ખાચર, પ્રાંત અધિકારીઓ એ.જી. ચૌધરી, સંદીપ વર્મા, વિવેક ટાંક, જે.એન. લીખિયા, જિલ્લા શિક્ષણ અધિકારી બી. એસ. કૈલા, બાળ વિકાસ યોજના અધિકારી સાવિત્રીબેન નાથજી, પાણી પુરવઠા બોર્ડના અધિક્ષક અંકિતભાઈ ગોહેલ સહિતના સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application