લોકસભાની આગામી ચૂંટણી માટે ૧૨,૦૦૦ થી વધુ સ્ટાફનું રેન્ડમાઈજેશન કરવામાં આવ્યું છે. આ તમામને તાલીમ અપાઈ ગઈ છે. અનેક કર્મચારીઓ અને અધિકારીઓની માનસિકતા ચૂંટણીની કામગીરીથી દૂર રહેવાની હોય છે. તેના કારણે કેન્દ્ર અને રાય સરકારના તથા બોર્ડ નિગમના ૧૭૫ જેટલા અધિકારીઓ અને કર્મચારીઓએ માંદગીના નામે ખાનગી ડોકટરોના સર્ટિફિકેટ રજૂ કરી ચૂંટણી ફરજમાંથી મુકિત માગી છે.
જો અધિકારી કે કર્મચારી ખરેખર બીમાર હોય તો તેની પાસે ચૂંટણીની કામગીરી કરાવવામાં નહીં આવે. પરંતુ માંદગીના બહાને ગુટલી મારનાર અધિકારીઓ અને કર્મચારીઓને રજા મંજૂર કરાવતા પહેલા રાજકોટ જિલ્લા ચૂંટણી તત્રં દ્રારા સિવિલ હોસ્પિટલના ડોકટરોની જે પેનલ બનાવી છે તેમની સમક્ષ હાજર થવું પડશે અને રોગ સંદર્ભે નિદાન કરાવવું પડશે.
અધિક કલેકટર ચેતનભાઇ ગાંધી અને અધિક જિલ્લા ચૂંટણી અધિકારી એન.કે.મુછારે આ સંદર્ભે જણાવ્યું હતું કે અમે સિવિલ હોસ્પિટલના સત્તાવાળાઓને પત્ર પાઠવીને મેડિકલ ચેકઅપ માટે વ્યવસ્થા ગોઠવવા જણાવી દીધું છે. જે અધિકારી કે કર્મચારીએ મેડિકલ ગ્રાઉન્ડ ઉપર ચૂંટણી ફરજમાંથી મુકિત માગી છે તેમણે આ પેનલ સમક્ષ ઉપસ્થિત થઈને મેડિકલ ચેકઅપ કરાવવું પડશે. જો ચેકઅપનો રિપોર્ટ કર્મચારીની વાત મુજબનો હશે તો તેમને ફરજમાંથી મુકિત આપવામાં આવશે અને જો તેમ નહીં હોય તો સર્ટિફિકેટ આપનાર ડોકટર અને કર્મચારી સામે કાર્યવાહી કરવામાં આવશે. જે તે કર્મચારી કે અધિકારીના વિભાગને પણ આ સંદર્ભે જાણ કરીને પગલાં લેવા માટે ભલામણ કરવામાં આવશે.પ્રેન્ટ વુમન અને કેન્સર જેવી બીમારીથી પીડાતા હોય અથવા તો સટેન્ટ બેસાડા હોય તેવા ૫૦ જેટલા કર્મચારીઓને આ પ્રકારના મેડિકલ ચેકઅપમાંથી મુકિત આપીને ચૂંટણી કામગીરીમાંથી મુકત કરવાની તેમની અરજી ગ્રાહ્ય રાખવામાં આવશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજૂનાગઢના સક્કરબાગ ઝૂમાં સફેદ વાઘની જોડીનું આગમન, મુલાકાતીઓ માટે નવું આકર્ષણ
December 24, 2024 07:48 PMજમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં મોટી દુર્ઘટના, સેનાનું વાહન ખીણમાં પડ્યું, 5 જવાનના મોત
December 24, 2024 07:42 PMજામનગર : મીલાવટી તેલની વચ્ચે ધાણીના પીલાણના શુધ્ધ અને સ્વાસ્થ્યવર્ધક સીંગતેલની હાલ વધતી જતી બોલબાલા
December 24, 2024 07:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech