જીલ્લા યોગ કોચની નિમણુંક અયોગ્ય રીતે થઇ હોવાના આક્ષેપ સાથે યોગકોચ દ્વારા સામુહિક રીતે થઇ ફરીયાદ

  • September 16, 2024 05:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પોરબંદર જીલ્લા યોગ કોચ તરીકે ગાંધીનગરની ખાનગી એજન્સીએ મનમાની ચલાવીને અયોગ્ય ઉમેદવારની નિમણુંક કરતા સામુહિક રીતે લેખિતમાં રજુઆત કરીને ન્યાય અપાવવા માંગ કરી છે. 
પોરબંદરના નવ જેટલા યોગ કોચ જીવાભાઈ ખુંટી,હાર્દિક તન્ના,ખીમભાઈ મા‚,શાંતિ ભુતિયા,રાજેશ કક્કડ,હર્ષા દાસા,ગોરધનભાઈ ચાવડા,જયન જોશી અને નફીસાબેન ઢાલાણીએ યોગ કોચની ભરતી કરનારી ગાંધીનગરની એજન્સી એ.બી.એન્ટરપ્રાઈઝને લેખિતમાં રજુઆત કરીને જણાવ્યું છે કે,આપના દ્વારા અખબારમાં જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી હતી. જેમાં સ્ટેટ કોર્ડીનેટર (યોગ), ઝોન. કોડીનેટર (યોગ), યોગ કોચ જિલ્લા/તાલુકા એમ ત્રણ વિભાગમાં યોગ્યતા ધરાવનાર ઉમેદવારો પાસે અરજીઓ મંગાવવામાં આવી હતી.
અમોએ ત્રીજા વિભાગ યોગ કોચ પોરબંદર વિભાગમાં અરજી કરેલ હતી.ત્રીજા વિભાગમાં કરેલી અરજીના માપદંડ પ્રમાણે અમારી પસંદગી કરવાની થાય છે.
આથી મેરીટમાં સમગ્ર પોરબંદર જિલ્લામાં જિલ્લા કોચનું સૌથી વધારે મેરીટ સાથે બમણો અનુભવ ધરાવીએ છીએ તેમ છતાં આ વિભાગમાં જિલ્લા કોચ તરીકે અમારી પસદગી જાહેરાત પ્રમાણે ન કરતા આ જિલ્લામાં અન્ય ઉમેદવારને માપદંડમાં ન હોવા છતાં તેઓને જિલ્લા કોચ (યોગ કો-ઓડીનેટર) તરીકે નિમણુંક કરેલ છે.
જે અમોની જાણ માહિતિ અનુસાર સિનિયોરિટી અને મેરિટ મુજબ થયેલ નથી તેવું પ્રતિત થાય છે. જેથી પોરબંદરના તમામ યોગ કોચને અન્યાય થયેલ છે.જેથી અમો તમામ યોગ કોચ ન્યાય થાય તે આપને નમ્ર અરજ કરીએ છીએ આપ દ્વારા ફરીથી યોગ કોચની નિમણુંક બાબતે ફેર વિચારણા કરીને યોગ્ય સિનિયોરિટી તેમજ મેરિટ મુજબ નિમણુંક કરવામાં આવે. અમો તમામ યોગ કોચને પુરો ન્યાય મળે તેવી રજુઆત કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application