રાજકોટની ભાગોળે કુવાડવા રોડ પર આવેલા માલિયાસણ ગામે રહેતી પરિણીતાએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.પરિણીતાના પ્રથમ પુત્રનું દોઢ મહીનામાં મૃત્યુ થયું હતું.જયારે બીજી વખત કસુવાવડ થતા તે હતાશ થઇ ગઇ હતી.હતાશામાં તેણે આ પગલું ભરી લીધું હોવાનું જાણવા મળ્યું છે. બનાવને લઇ ભરવાડ પરિવારમાં ગમગીની છવાય ગઇ હતી.
આપઘાતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ,માલિયાસણ ગામે રહેતી કાજલબેન મોનાભાઇ ટોયટા(ઉ.વ 25) નામની પરિણીતાએ ગઇકાલે બપોર બાદ ઘરે પંખાના હુકમાં સાડી વડે ગળાફાંસો ખાઇ લીધો હતો.દરમિયાન પરિણીતાના સાસુ ઘરે આવતા પુત્રવધૂને લટકતી હાલતમાં જોઇ આઘાતનથી સ્તબ્ધ થઇ ગયા હતાં.બાદમાં પરિણીતાને બેભાન હાલતમાં સારવાર માટે હોસ્પિટલ લઇ જતા ફરજ પરના તબીબે જોઇ તપાસી પરિણીતાને મૃત જાહેર કરી હતી.બનાવને લઇ કુવાડવા રોડ પર પોલીસ મથકના એએસઆઇ પી.આર.મકવાણાએ જરૂરી કાર્યવાહી કરી હતી.
આપઘાતના આ બનાવની વધુમાં જાણવા મળતી વિગતો મુજબ,પરિણીતાનો લગ્નગાળો ચાર વર્ષનો છે.તેના પતિ મોનાભાઇ માલઢોરનું કામ કરે છે.પરિણીતાએ અગાઉ પુત્રને જન્મ આપ્યો હોય જેનું દોઢ મહિનામાં જ મૃત્યુ થયું હતું.બાદમાં પરિણીતાને ફરી સાર દિવસો પસાર થતા તેવામાં કસુવાવડ થતા તે હતાશ થઇ ગઇ હતી.આ હતાશામાં તેણે આ પગલું ભરી લીધું હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.બનાવને લઇ ભરવાડ પરિવારમાં ગમગીની છવાય ગઇ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડોનાલ્ડ ટ્રમ્પને સોશિયલ મીડિયા પર મળી જાનથી મારી નાખવાની ધમકી, જાણો ધમકી આપનાર સાથે શું થયું
January 27, 2025 10:10 AMરાજકોટમાં ક્રિકેટનો જંગ: ઇન્ડિયા-ઇંગ્લેન્ડના ખેલાડીઓનું ભવ્ય સ્વાગત, ગરબાની રમઝટથી કાઠિયાવાડી રંગત
January 27, 2025 12:53 AMતેલંગાણા: વારંગલમાં ટ્રકમાંથી ઓટો પર રેલ્વે ટ્રેકના સળિયા પડ્યા, 1 બાળક સહિત 7 લોકોના મોત, 6 ઘાયલ
January 26, 2025 05:14 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech