ભાવનગર જિલ્લાના થોથા તાબેના હાથબ ગામે ખેત શ્રમજીવી પરિવારની પરિણીતાએ કોઈ અગમ્ય કારણોસર તેની બંને પુત્રી સાથે રાખી પ્રથમ બંને દિકરી પછી પોતાની માથે જવલંનશીલ પદાર્થ છાંટીની પરિણીતાએ દિવાસળી ચાંપી જાતેથી સળગી-સળગાવી દેતા ગંભીર હાલતે ત્રણેયને ભાવનગરની સારવાર અર્થે સર ટી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ભાવનગર જિલ્લાના હાથબ ગામે આવેલ હાથબ બંગલા પાસે એક વાડીમાં ભાવેશ ભરત ગોહિલ નામના ખેત શ્રમજીવી યુવાન તેની પત્ની નીતા ઉર્ફે નયના (ઉ.૩૨), પુત્રી પ્રતિક્ષા (આ.ઉ.મ.૯) તથા નાની પુત્રી ઉર્વીશા (આ.ઉ.મ.૫) સાથે રહે છે, આજે સવારના સમયે કોઈ અગમ્ય કારણોસર ભાવેશભાઈની પત્ની નીતા ઉર્ફે નયનાએ સૌપ્રથમ તેના પર કોઈ જવલનશીલ પ્રવાહી છાંટીને ત્યાર બાદ તેની નવ વર્ષીય પુત્રી પ્રતિક્ષા તથા ઉર્વીશાને ઉપર પણ પેટ્રોલ જેવું પ્રવાહી છાંટી કાંડી ચાપી દેતા મહિલા તથા તેની બંને પુત્રીઓ ભળભળ સળગી ઊઠયા હતા. ઘટનાની જાણ પતિ ભાવેશ તથા આસપાસના રહીશોને થતા સૌ દોડી ગયા હતા અને પરિણીતા તથા સંતાનો પર લાગેલી આગ બુજાવી તત્કાલ સારવાર અર્થે સૌપ્રથમ કોળીયા સીએચસી સેન્ટર ખાતે લઈ જવામાં આવ્યા હતા, જયાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે ભાવનગર સર ટી હોસ્પિટલમાં ખસેડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભ્રષ્ટાચારને લઈને રાજ્ય પોલીસ વડાની મોટી કાર્યવાહી: CID ક્રાઈમના EOW PSI સિસોદિયા સસ્પેન્ડ
June 05, 2025 11:35 PMબેંગલુરુ ભાગદોડ: RCB એ એવી કઈ ભૂલ કરી કે જેના પર FIR દાખલ થઈ?
June 05, 2025 09:40 PMગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 167 નવા કેસ, એક્ટિવ કેસ 600ને પાર
June 05, 2025 09:04 PMગૌતમ ગંભીરનું ચોંકાવનારું નિવેદન! ઇંગ્લેન્ડ પ્રવાસ પહેલાં કહી દીધું, "જીતની ગેરંટી નહીં..."
June 05, 2025 09:01 PMડોનાલ્ડ ટ્રમ્પ અને શી જિનપિંગે કરી વાત, ટેરિફ પર અટકેલી વાતચીત શું ફરી થશે શરૂ?
June 05, 2025 08:31 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech