મેટોડામાં પતિ અને તેની પ્રેમિકાના ત્રાસથી કંટાળી ગયેલી પરિણીતાએ એસિડ પી લીધું
મેટોડામાં પતિ અને તેની પ્રેમિકાના ત્રાસથી કંટાળી ગયેલી પરિણીતાએ એસિડ પી લીધું
May 19, 2026 11:59 AM
લોધીકા તાલુકાના મોટાવડા ગામના વતની અને હાલ મેટોડા જીઆઈડીસી નજીક રહેતી પરિણીતાએ પતિ અને તેની પ્રેમીકાના ત્રાસથી કંટાળી જઇ એસીડ પી આપઘાતનો પ્રયાસ કર્યેા હતો. પતિને જામનગરની મહિલા સાથે આખં મળી ગયા બાદ તે પત્ની પર સીતમ ગુજારવા લાગ્યો હોય જેનાથી કંટાળી આ પગલું ભરી લીધું હતું. મુળ લોધીકા તાલુકાના મોટાવડા ગામની પરિણીતા અને હાલ મેટોડા જીઆઈડીસી ગેટ ન- ૧ નજીક રહેતી ભાગ્યશ્રીબેન જયેશભાઈ બગડા(ઉ.વ.૩૫) એ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પતિ જયેશભાઈ પ્રેમજીભાઈ બગડા અને તેની પ્રેમીકા નીતાબેન ચમાર (રહે. જામનગર)નું નામ આપ્યું છે. પરિણીતાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના લ ૧૪ વર્ષ પહેલા મુળ લોધીકા તાલુકાના મોટાવડા ગામના વતની જયેશભાઈ પ્રેમજીભાઈ બગડા સાથે થયા છે. સંતાનમાં ૧૨ વર્ષની પુત્રી અને પાંચ વર્ષનો પુત્ર છે. પતિ જામનગર મકાન બાંધકામનું કામ કરે છે. પરિણીતાએ વિશેષમાં જણાવ્યુ હતું કે, પતિ જયેશને એક વર્ષથી જામનગરમાં રહેતી નીતાબેન ચમાર નામની ક્રી સાથે પ્રેમ સબધં છે. જેને લઇ પતિ અવારનવાર મારકુટ કરી શારીરિક–માનસિક ત્રાસ આપે છે. તું મને ગમતી નથી, મારે તને રાખવી નથી, છુટાછેડા આપી દેવા છે, હત્પં નીતાને મુકીશ નહીં, તેમ કહી પતિ છેલ્લા ૨૫ દિવસથી પત્ની તથા બાળકોને મુકી જામનગર નીતા સાથે રહેવા ચાલ્યો ગયો હતો. બાદ મહિલાએ પતિ સાથે ફોન ઉપર વાતચીત કરતા તે સાથે રહેવા માગતો ન હોય જે બાબતે લાગી આવતા પરિણીતાએ ગત તા. ૧૮ના રોજ બપોરના ઘરે એકલી હોય ત્યારે ઘરમાં હાજર એસીડનું એક ઢાંકણુ પી લીધેલ હતું બાદ પરિણીતાને ઉલ્ટી શ થતાં તેની નાની બહેને તાત્કાલીક સારવાર અર્થે રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી હતી. પરિણીતાએ હોસ્પિટલના બિછાને ફરિયાદ આપતા મેટોડા જીઆઈડીસી પોલીસની ટીમે પતિ અને તેની પ્રેમીકા વિદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.