શહેરના સોખડા રોડ પર કૈલાસ મિલ નામના કારખાનામાં ઝેરી દવા પી કારખાનેદાર આધેડે આપઘાતનો પ્રયાસ કરતા સિવિલમાં ખસેડવામાં આવ્યા છે. ઝેર પીધા પૂર્વે પાંચ મિનિટનો એક વિડીયો બનાવ્યો છે જેમાં પોતાનું કારખાનું બેન્કની લોન અને વ્યાજમાં વેચાઈ ગયું છે અને પોતે આર્થિક ભીંસ ભોગવતા હવે સંતાનોનું શું થશે આ બધી ચિંતામાં પગલું ભરું છું તેમ જણાવ્યું છે.
પ્રાપ્ત વિગત મુજબ કુવાડવા રોડ પર સાત હનુમાન પાછળ સોખડા રોડ ઉપર રહેતાં અને ઘરની સાથે જ બંગડીના પાઇપ બનાવવાનું કૈલાસ મીલ નામનું કારખાનુ ધરાવતાં રમેશભાઇ ભીમજીભાઇ ડાભી (ઉ.વ.50)નામના આધેડે કારખાનાની જગ્યાએ ગત મોડી રાત્રીના એક વિડીયો બનાવી ઝેરી દવા પી લેતાં સિવિલમાં ખસેડવામાં આવ્યા છે. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે કુવાડવા પોલીસને જાણ કરી હતી. રમેશભાઈના પુત્રએ એક વિડીયો બતાવ્યો હતો જે તેના પિતાએ ઝેર પીધા પહેલા પોતાના મોબાઈલ ફોનમાં બનાવેલો હતો આ પાંચેક મિનિટના વીડિયોમાં રમેશભાઈ જય માતાજી કરીને જણાવે છે કે, આજે હું આત્મહત્યા કરુ છું, આત્મહત્યા કરવાનું કારણ છે કે મારુ તકલીફ બહુ વધી ગઇ છે, વ્યાજના ચક્કર બહુ ચડી ગયા છે, વ્યાજ કે હપ્તા ભરી શકતો નથી, વર્ષથી હું કોઇને વ્યાજ આપ્યુ નથી, મારો ધંધો ચાલુ થતો નથી, હજુ ઉઘરાણી ચાલુ છે. ધંધો ચાલુ કરુ ત્યાં જ માથે આવીને ઉભા રહી જાય છે કે લાવો પૈસા લાવો પૈસા, ધંધો ચાલુ થવા જ દેતા નથી. ધંધો કરવા દેતા નથી, ઉઘરાણી ચાલુ જ રાખે છે, મારુ મગજ કામ કરતું નથી. મારી તકલીફ બહુ વધારે છે.
બાજુનું અઢી કરોડનું કારખાનુ એક કરોડ છ લાખમાં બેંકે વેંચી નાખ્યુ છે. જે સરપંચે લઇ લીધુ છે, મારે એમને પણ પૈસા દઇ દેવા છે. મને ચાર છ મહિના વરસ મળી જાત તો વ્યવસ્થા કરી દેત, પણ ટોર્ચર ચાલુ ને ચાલુ રહ્યું છે. એટલે હું આગળ વધી શકતો નથી, મને કંઇ સુઝવા દેતા નથી. બાજુની કારખાનુ મંડળી પાસેથી લખાણ કરી પૈસા લીધા હતાં. તેમને એક કરોડ સાઇઠ લાખ દેવાના છે, ફાઇલ છોડાવીને લઇ લીધી છે. આ કારખાનુ પણ સસ્તા ભાવે વેંચાઇ જશે. મારુ બધુ જતું રહેશે. મારી પોઝીશન અત્યારે ખુબ ખરાબ છે. મેન્ટલી ટોર્ચર કરી મારુ કારખાનુ પડાવી લીધુ છે. ભત્રીજાને મોકલતાં તે મગજમારી કરતો હતો. તેમના ભાઇ પણ ભેગા થાય ત્યારે કડક ઉઘરાણી કરતાં હતાં. હું એમને શાંતિની સમજાવતો હતો
પણ મારી તકલીફ વધતી જતી હતી, મારો ધંધો ચાલુ થતો નથી, લોકડાઉન પછી મારો ધંધો જ લોક થઇ ગયો હતો, મુળી હતી તે વ્યાજ અને હપ્તામાં જતી રહી. બીજી રકમ વ્યાજે લઇ હપ્તા ભયર્.િ બે અઢી વર્ષથી મેં આવુ જ કર્યુ છે. પણ મારી પાસે કંઇ થયુ નથી. માંડ સેટીંગ કરવા જાઉ ત્યાં ઉઘરાણી ચાલુ થઇ જતી હતી. મારી પર મેન્ટલી ટોર્ચર ચાલુ રહેતું હતું. જેથી કરીને હું આત્મહત્યા કરુ છું. મારુ બીજુ કારખાનુ પણ જતું રહેશે, એ વેંચી નાખવામાં આવશે. હવે મારે ક્યાં જવું? મારા છોકરા શું કરશે? એ સમજાતું નથી એટલે હું આત્મહત્યા કરુ છું. આપઘાતનો પ્રયાસ કરનાર રમેશભાઇને સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે. પોલીસે વિડીયો મેળવી તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech