મોરકંડા પાટીયા પાસે બે હજાર લીટર દેશી દારૂ સાથે એક શખ્સ ઝબ્બે

  • July 09, 2024 11:28 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દારૂ, વાહન સહિત 5.45 લાખનો મુદામાલ કબ્જે : બે શખ્સની સંડોવણી


જામનગર શહેર, જીલ્લામાં દેશી, વિદેશી દારૂની હેરાફેરી થતી હોય આથી પોલીસ દ્વારા આવા તત્વોને પકડી પાડવામાં આવે છે, દરમ્યાન ગઇકાલે મોરકંડા પાટીયા પાસે એક બાતમીના આધારે પંચકોશી-બી પોલીસ ત્રાટકી હતી, પિકઅપ ગાડીની તલાશી લેતા તેમાથી બે હજાર લીટર દેશી દારૂના બાચકા મળી આવ્યા હતા, સુભાષપાર્કના શખ્સની અટકાયત કરી કુલ 5.45 લાખનો મુદામાલ જપ્ત કરાયો હતો.


જામનગર એસપી પ્રેમસુખ ડેલુએ પ્રોહી, જુગારની ડ્રાઇવ દરમ્યાન અસરકાર કામગીરી કરવા સુચના કરેલ હોય તથા ગ્રામ્ય ડીવાયએસપી આર.બી. દેવધા, સીપીઆઇ વી.એસ. પટેલના માર્ગદર્શન હેઠળ પંચકોશી-બીના પીએસઆઇ સી.એમ. કાંટેલીયા અને સ્ટાફ પ્રોહીબીશનના કેસો શોધી કાઢવા પેટ્રોલીંગમાં હતા.


દરમ્યાન સ્ટાફના એએસઆઇ એમ.એલ. જાડેજા, કોન્સ. સુમિતભાઇને સંયુકત બાતમીના આધારે મોરકંડા પાટીયા પાસેથી પસાર થતી બોલેરો પિકઅપ ગાડી નં. જીજે3એએકસ-9452ની તલાશી લેતા તેમાથી બે હજાર લીટર દેશી દારૂ મળી આવ્યો હતો આથી સુભાષપાર્ક શેરી નં. 1 ગ્રીનસીટી ખાતે રહેતા કિશન ગભા ગુજરીયા-કોળી (ઉ.વ.32)ને પકડી પાડયો હતો.


દેશી દારૂ, ગાડી અને મોબાઇલ મળી કુલ 5.45 લાખનો મુદામાલ જપ્ત કરાયો હતો, તપાસ દરમ્યાન જામનગરના ધનજી શિયાળ અને એક મોબાઇલધારક અજાણ્યા શખ્સની સંડોવણી ખુલતા ત્રણેયની સામે પંચ-બીમાં પ્રોહી મુજબ ફરીયાદ દાખલ કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application