શખ્સના નામ ખુલ્યા: દારુ-ઇકો મળી ૪ લાખનો મુદામાલ જપ્ત
દરેડ ગામ રોડ પર ૩૦૦ લીટર દેશી દારુ અને ઇકો મળી કુલ ૪ લાખના મુદામાલ સાથે દડીયા-જામનગરના બે શખ્સોને પકડી લેવાયા હતા, પુછપરછમાં બે શખ્સોના નામ ખુલ્યા હતા.
એસપી પ્રેમસુખ ડેલુ તથા પ્રો. આઇપીએસ અજયકુમાર મીણા, ગ્રામ્ય ડીવાયએસપી આર.બી. દેવધાના માર્ગદર્શન મુજબ પંચ-બીના પીએસઆઇ સી.એમ. કાંટેલીયાની સુચનાથી સ્ટાફ પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન પંચ-બીના કોન્સ. પોલાભાઇ ઓડેદરા, ભયપાલસિંહ જાડેજા તથા મેહુલ વિસાણીને સંયુકત મળેલ બાતમીના આધારે દરેડ ગામથી લાલપુર જતા રોડ પર ચોકીની સામેના વિસ્તારમાં દડીયા ગામના પ્રિન્સ ઉર્ફે મોટલો કરશન વારગયા તથા મારુ કંસારા હોલની બાજુમાં મંગલધામ સોસાયટીમાં રહેતા ગોપાલ બાબુ શ્રીમાળીને ૩૦૦ લીટર દેશી દારુ તથા હેરફેરમાં ઉપયોગ કરેલ ઇકો ગાડી નં. જીજે૩૬એલ-૩૭૫૫ મળી કુલ ૪.૬ લાખના મુદામાલ સાથે પકડી લીધા હતા.
પુછપરછ કરતા દારુનો જથ્થો મંગાવનાર જામનગરના નાજીર ઉર્ફે નાજલો નુરમામદ ઘોઘા અને દારુ મોકલનાર દુદા દેવરાજ કોડીયાતરના નામ ખુલ્યા હતા જે બંનેની શોધખોળ ચલાવવામાં આવી રહી છે. પ્રોહીબીશન ધારા હેઠળ ફરીયાદ દાખલ કરવામાં આવી હતી.
***
જામનગરમાં વેપારી, એરફોર્સ કેન્ટીન કર્મચારી અને નાસ્તાની રેકડીવાળા દારુ સાથે પકડાયા: કુલ ૩૨ બોટલ અને બાઇક કબ્જે : ત્રણ સ્થળે પોલીસના દરોડા
જામનગરના રુપીયાના સિકકા આગળ એક વેપારીને બાઇકમાં દારુની પેટી લઇને નીકળતા પોલીસે પકડી લીધો હતો, મોહનનગર આવાસમાં નાસ્તાની રેકડીવાળો ૧૦ બોટલ સાથે પકડાયો હતો, જયારે ખોડીયાર કોલોનીમાં એક મકાનમાં પોલીસે દરોડો પાડી એરફોર્સ કેન્ટીનના કર્મચારીને શરાબની ૧૦ બોટલ સાથે દબોચી લીધો હતો.
જામનગરના હિરજી મીસ્ત્રી રોડ એકતા એપાર્ટમેન્ટ ડી વીંગ ફલેટ નં. ૨૦૨ ખાતે રહેતા લેખરાજ ઉર્ફે લખન ભગવાનદાસ કાલવાણી નામના વેપારી યુવાનને એકસેસ બાઇક નં. જીજે૧૦ડીએલ-૨૧૨૧માં ઇંગ્લીશ દારુની બોટલો લઇને રુપીયાના સિકકા આગળથી નીકળતા પોલીસે પકડી લીધો હતો.
તલાશી દરમ્યાન ૧૨ બોટલ મળી આવતા બાઇક સહિત ૨૬ હજારનો મુદામાલ કબ્જે કરી આ અંગે પુછપરછ હાથ ધરી હતી. જયારે મોહનનગર આવાસ બ્લોક નં. ૧૩, રુમ નં. ૧૦૨માં રહેતા નાસ્તાની રેકડીવાળા કિરીટ વસંત વસાણી નામના શખ્સના ફલેટમાંથી ઇંગ્લીશ દારુની ૧૦ બોટલ મળી આવતા તેને દબોચી લીધો હતો.
આ ઉપરાંત ખોડીયાર કોલોની મોલ સામે રાધેશ્યામ એપાર્ટમેન્ટ પહેલા માળે રહેતા અને એરફોર્સ કેન્ટીનમાં નોકરી કરતા જયેશ પ્રવિણ માતંગ નામના શખ્સના રહેણાક મકાને સીટી-સી પોલીસે દરોડો પાડી ઇંગ્લીશ દારુની ૧૦ બોટલ સાથે ઝડપી લીધો હતો.
***
ખંભાળિયાનો શખ્સ મુઠ સાથે પીધેલી હાલતમાં ઝડપાયો
ખંભાળિયામાં મિલન ચાર રસ્તા વિસ્તારમાં આવેલી એક હોટલની બાજુની ગલીમાં રહેતા કેતન જેન્તીભાઈ ઠાકર નામના ૨૨ વર્ષના શખ્સને પોલીસે અહીંના સલાયા ગેઈટ વિસ્તારમાંથી કેફી પીળું પીધેલી હાલતમાં મૂઠ સાથે નીકળતા ઝડપી લઇ, તેની સામે પ્રોહી. એક્ટ તેમજ જી.પી. એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગુલાબનગર રોડ પર કરાયેલ ગેરકારે દબાણ દૂર કરવામાં આવ્યું
April 04, 2025 06:36 PMઅમદાવાદમાં વકફ સુધારા બિલનો વિરોધ, ‘સરમુખત્યારશાહી નહીં ચાલે’ના સુત્રોચ્ચાર, 50ની અટકાયત
April 04, 2025 05:52 PMઘરે જ સ્ટીમ ફેશિયલથી મેળવો ચમકતી ત્વચા, નહિ રહે પાર્લરમાં જવાની જરૂર
April 04, 2025 05:06 PMઈંડા અને તેલ વગર આ 5 રીતથી બનાવો મેયોનીઝ
April 04, 2025 04:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech