BREAKING NEWS

ધંધામાં રોકાણથી ઊંચા વળતરની લાલચ આપી સગી બહેનના પરિવારને કરોડોનો ધુંબો મારનાર ઝડપાયો

  • July 13, 2026 05:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં સગી બહેનના પરિવાર સહિતના રોકાણકારોના કરોડો રૂપિયા ચાઉ કરી જઇ છેતરપિંડીના કેસમાં વેપારી દંપતીએ કરેલી આગોતરા જામીન અરજી કોર્ટ દ્રારા ફગાવી દેવામાં આવી છે.


આ કેસની હકીકત મુજબ ઓમનગર વિસ્તારમાં આવેલ દ્ર એપાર્ટમેન્ટમાં રહેતા પ્રિયંકભાઈ રમેશભાઇ કારીયા અને ડીમ્પલબેન પ્રિયંકભાઈ કારીયા ગીરીરાજ વાસણ અને દ્રારકાધીશ વાસણના નામે ધંધો કરતા કરતા હતા. અને તેમની સગી બહેનના સાસરીયા અને અન્ય રોકાણકારોને પોતાના ધંધામાં રોકાણ કરવાથી ઐંચું વળતર આપવાની લાલચ આપી રોકાણકારોના .૫.૫૦ કરોડ લઇ દુબઈ જતા રહ્યા હતા.  આ અંગે ફરીયાદી ધનસુખભાઇ રાયચુરાએ ક્રાઈમ બ્રાન્ચમાં કારીયા દંપતી વિદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. જે ગુનામાં પોલીસ ધરપકડની દહેશતે દંપતીએ રાજકોટ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી.
આ કેસમાં બંને પક્ષોની રજૂઆતો સાંભળ્યા બાદ અને રેકર્ડ પરના પુરાવાઓનું અવલોકન કરી,
રાજકોટના સેશન્સ જજ દ્રારા હત્પકમમાં ઠરાવવામાં આવેલ કે, આરોપીઓનો ઈરાદો શઆતથી જ રોકાણકારો સાથે છેતરપિંડી કરવાનો જણાઈ આવે છે.
 બન્ને આરોપીઓએ પોલીસ તપાસમાં સહકાર આપ્યો નથી, આરોપીઓ સામે પ્રથમદર્શીય કેસ પ્રસ્થાપિત થતો હોય અને જી.પી.આઈ.ડી. એકટ મુજબ આગોતરા જામીન આપવાનો બાધ છે, તેમ ઠરાવી આગોતરા જામીન અરજી ફગાવી દેવાઇ હતી. આ કેસમાં સરકાર પક્ષે સરકારી વકીલ કે. બી. ડોડીયા, ભોગ બનનાર વતી એડવોકેટ તુષાર ગોકાણી,
રીપન ગોકાણી, કેવલ પટેલ, હાર્દિક શેઠ, ઉઝેર કુરેશી, યશ વૈષ્ણવ, વિરમ ધરાંગીયા, વિશાલ કૌશિક, ભૂમિકા નંદાણી, દિવ્યમ દવે, નેમીષ રાદડીયા, કેવિન ભીમાણી, મૃત્યુંજય જોષી, જયદેવસિંહ જાડેજા અને હીરલ નિમાવત રોકાયા હતા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News