ભગવતી સર્કલ નજીકથી દેશી બનાવટની પિસ્ટલ સાથે શખ્સ ઝડપાયો

  • October 01, 2024 02:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દેશી બનાવટની પિસ્ટલ તથા કાર્ટીસ સહીત કિ.રૂ.૧૦,૨૦૦ નાં મુદ્દામાલ સાથે એક શખ્સને ભાવનગરપેરોલ ફર્લો સ્કવોડએ ઝડપી લીધો હતો.
ભાવનગર, પેરોલ ફર્લો સ્કવોડના પોલીસ સ્ટાફના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન પોલીસ સ્ટાફને બાતમીરાહે હકિકત મળેલ કે, રવિરાજસિંહ હરદીપસિંહ ચુડાસમા (રહે.ઘોલેરા, જી.અમદાવાદ)તેના પેન્ટના નેફામાં દેશી પિસ્ટલ જેવુ હથીયાર રાખી શહેરના  ભગવતી સર્કલ પાસે, શુભલક્ષ્મી કોમ્પ્લેકક્ષની સામે ખાલી પાર્ટી પ્લોટના ગેઇટ પાસે રોડ ઉભો હોવાની  મળેલ બાતમી આધારે  રવિરાજસિંહ હરદીપસિંહ ચુડાસમા (ઉ.વ.૨૬ રહે.ભાવસંગ મંદીરની સામે, ઘોલેરા તા.ઘોલેરા જી.અમદાવાદ)ને  લોખંડની ધાતુની દેશી બનાવટની પિસ્ટલ જેની કિ.રૂ.૧૦,૦૦૦, પિસ્ટલનું ખાલી મેગજીન નંગ-૦૧ જેની કિ.રૂ.૧૦૦ અને  જીવતા કાર્ટીસ નંગ-૦૧ જેની કિ.રૂ.૧૦૦ મળી કુલ કિ.રૂ.૧૦,૨૦૦ સાથે ઝડપી લીધો હતો.
આ કામગીરીમાં  પોલીસ ઇન્સ. એ.આર.વાળાના માર્ગદર્શન હેઠળ, પોલીસ સબ ઇન્સ. પી.બી.જેબલીયા, સ્ટાફના ભયપાલસિંહ ચુડાસમા, ચંન્દ્રસિંહ વાળા, ઇમ્તિયાઝખાન પઠાણ, અલ્ફાઝ વોરા, સંજયસિંહ ઝાલા હસમુખભાઇ પરમાર અને  પ્રજ્ઞેશકુમાર પંડ્યા સહિતના જોડાયા હતા.    



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application