જૈન દેરાસરમાં ચોરીમાં ઘંટેશ્ર્વર ૨૫ વારીયા પાસે રહેતો શખસ ઝડપાયો

  • March 01, 2025 02:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
કસ્તુરબા મેઈન રોડ પર ચૌધરી હાઈસ્કૂલ સામે આવેલ મણીયાર દેરાસરમાં ગુરૂવારના ૩ દાન પેટી તોડી રૂ.૨ હજાર રોકડની ચોરી કરી તથા માતાજીની મૂર્તિ પર રાખેલ છતરની ચોરીનો પ્રયાસનો બનાવ બન્યો હતો.એલસીબી ઝોન-૨ ની ટીમે રેલનગર પાસેથી ઘંટેશ્ર્વર ૨૫ વારીયામાં રહેતા શખસને ઝડપી લઇ ચોરીના આ બનાવનો ભેદ ઉકેલી નાંખ્યો હતો.


જાણવા મળતી વિગતોમુજબ, ચૌધરી હાઈસ્કૂલ સામે આવેલ મણીયાર દેરાસરમાં ગુરૂવારે સવારે જૈન શ્રેષ્ઠીઓ પૂજા માટે ગયાં હતાં ત્યારે મંદિરમાં ખુલ્લામાં રહેલ સ્ટીલના ભંડારા (દાન પેટી) માં રહેતી દાનની રોકડ રકમ ગાયબ હતી. જેથી પૂજા કરવાં આવેલ લોકોએ દેરાસરના મેનેજમેન્ટને જાણ કરતાં અગ્રણીઓ દોડી આવ્યાં હતાં અને રાતના સીસીટીવી ફૂટેજ ચેક કરતાં તેમાં મોડી રાતના બે વાગ્યાથી ચાર વાગ્યા સુધીમાં એક શખ્સ દેરાસરનો મુખ્ય દરવાજો ઠેકી અંદર પ્રવેશ્યો હતો અને આસપાસમાં નજર કર્યા બાદ મંદિરના ગર્ભગૃહમાં ખુલ્લામાં રહેતાં ભંડારામાં રહેતાં રોકડ આશરે ચારેક હજારની રોકડ ચોરી કરી ત્યાંથી નાસી છુટ્તો નજરે પડ્યો હતો.ચોરીની આ ઘટના અંગે કીરીટભાઇ રહેચંદભાઇ સંધવી(ઉ.વ ૭૨) દ્વારા પ્ર.નગર પોલીસ મથકમાં મંદિરમાંથી ત્રણ દાન પેટીના લોક તોડી રૂ.૨ હજારની ચોરી થયા અંગે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.


ચોરીના આ બનાવને લઇ ઉચ્ચ પોલીસ અધિકારીઓની રાહબરી હેઠળ એલસીબી ઝોન-૨ ના એએસઆઇ જે.વી.ગોહિલ તથા ટીમ તપાસમાં હતી દરમિયાન મળેલી બાતમીના આધારે રેલનગર પાસે સંતોષીનગર નજીકથી સાગર દિલુભાઇ કરસાગીયા(ઉ.વ ૩૦ રહે. ધંટેશ્ર્વર ૨૫ વારીયા મફતીયાપરા,રાજકોટ) ને ઝડપી લઇ ચોરીના આ બનાવનો ભેદ ઉકેલી નાંખ્યા હતો.આરોપી પાસેથી રોકડ રૂ.૨૩૬૦ કબજે કર્યા હતાં.


પોલીસે જણાવ્યું હતું કે,આરોપી સિવિલ હોસ્પિટલ પાસે જુના કપડાનો વેચવાનો ધંધો કરે છે.હાલમાં ધંધો બરોબર ચાલતો ન હોય અને આર્થિક ભીંસ હોય તેણે આ ચોરી કર્યાની કબુલાત આપી હતી.આરોપી અન્ય કોઇ ચોરીમાં સંડોવાયેલો છે કે કેમ? સહિતની બાબતો અંગે પોલીસ તપાસ ચલાવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application