ઘરફોડ ચોરીમાં સંડોવાયેલો વીરડીનો શખ્સ ઝડપાયો

  • March 12, 2024 07:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાવનગરજિલ્લાના ગારિયાધારના વીરડીમાં રહેતો શખ્સ ઘરફોડ ચોરીના ગુનામાં ઝડપાયો હતો. એલસીબી ટીમે મોબાઇલ ફોન તથા રોકડ રૂપિયા ૧૫૦૦ મળી કુલ કિં.રૂ.૩૧,૫૦૦ ના મુદ્દામાલ સાથે શખ્સને ઝડપી લીધો હતો.


ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમ્યાન એક શખ્સ ગારીયાધાર બસ સ્ટેન્ડમાં ઉભેલ હોય અને તેની પાસે એક એન્ડ્રોઇડ મોબાઇલ ફોન તથા રોકડા રૂપિયા છે. જે મોબાઇલ ફોન તથા રૂપિયા તેણે કયાંકથી ચોરી કરેલ હોવાની શંકા અંગેની માહિતી મળતાં બાતમીવાળી જગ્યાએથી તપાસ કરતા સાગરભાઇ કાંતિભાઇ ભાલાલા (ઉ.વ-૨૬, ધંધો ખેતી રહે વીરડી ગામ પ્લોટ વિસ્તાર તા ગારીયાધાર) નામનો શખ્સ મોબાઇલ ફોન તથા રોકડા રૂપિયા ૧૫૦૦ સાથે હાજર મળી આવેલ હતો. જે મોબાઇલ ફોન તેણે ચોરી અગર તો છળકપટથી મેળવેલ હોવાનું જણાતું હોય. જે મોબાઇલ ફોન કિંમત રૂપિયા ૩૦,૦૦ ગણી તપાસ અર્થે કબ્જે કરી અને આ મોબાઇલ ફોન તથા રોકડા રૂપિયા વિશે પુછપરછ કરતાં તેણે આ મોબાઇલ ફોન તથા રોકડા રુપિયા આજથી એકાદ મહિના પહેલાં પોતાના ઘર બાજુમાં નેટવાળી જાળી ટપીને મકાનમાં પ્રવેશી ફળીયામાંથી લોખંડની કોશ વડે રૂમના દરવાજાનો હુક તોડી રૂમમા અંદર જઇ ફોન તથા પાકીટમાંથી રોકડા રૂપીયાની ચોરી કરેલ હોવાનું પોલીસને જણાવ્યું હતું. જે અંગે શખ્સની અટકાયત કરી ગારિયાધાર પોલીસ સ્ટેશનમાં સોંપી આપી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

                                                             



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News