ખાંભાના તાલડા ગામના શખસને દુષ્કર્મના કેસમાં ૨૫ વર્ષની સખત કેદ

  • March 29, 2024 12:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખાંભાના તાલડા ગામેથી ૨૦૧૭ની સાલમાં સગીરાને ભગાડી વારંવાર દુષ્કર્મ આચરીને ગર્ભવતી બનાવનાર આરોપીને ધારીની સ્પેશિયલ કોર્ટે ૨૫ વર્ષની સજા ફટકારી છે.

આ અંગેની વિગત એવા પ્રકારની છે કે ખાંભા તાલુકાના તાલડા ગામની એક સગીરાને તે જ ગામનો શખસ પરસોતમભાઈ ભગવાનજીભાઈ સરવૈયા (કુંભાર, ઉ.વ.૪૨) લલચાવી ફોસલાવી ભગાડી ગયો હતો અને જુદી-જુદી જગ્યાએ લઈ જઈને દુષ્કર્મ આચયુર્ં હતું. આ કેસ ધારીના સ્પેશિયલ પોકસો જજ અને બીજા એડિશનલ સેશન્સ જજ એમ.એન.શેખ સમક્ષ ચાલી ગયો હતો. જેમાં અધિક જિલ્લા સરકારી વકીલ વિકાસભાઈ વડેરાએ તમામ મેડીકલ રીપોર્ટ તથા આરોપીને સખતમાં સખત સજા કરવા માટે ધારદાર દલીલો રજૂ કરી હતી. જેને કારણે કોર્ટે ૧૮ વર્ષની નીચેની સગીર કુમળી વયની કન્યાઓને ભગાડી જવાના ધારી, ચલાલા, બગસરા અને ખાંભાના ગ્રામ્ય વિસ્તારોમાં કિસ્સા વઘ્યા હોય અને ૧૮ વર્ષની નીચેની સગીર કન્યાને ભગાડી જવાનું કે તેની સાથે શારીરિક સંબંધ બાંધવાનો પ્રેમ સંબંધ હોવા છતાં કોઈને કોઈ પણ પ્રકારે અધિકાર મળી જતો નથી. પ્રેમ સંબંધના નામે કાયદાની એસીતેસી કરવાના આ પ્રકારના ગુનાને ગંભીરતાથી લેવા જોઈએ તેમ જણાવી કોર્ટે આરોપીને આઈપીસી કલમ ૩૭૬ તથા પોકસો એકટની કલમ ૪,૬ અન્વયે સજા ફરમાવેલ. જેમાં પોકસોની કલમ ૬ માટે ૨૫ વર્ષની સખત કેદ તથા પાંચ લાખ રૂપિયા દંડ અને પોકસોની કલમ ૪ અન્વયે ૧૦ વર્ષની સખત કેદ તથા રૂ.૫૦,૦૦૦ દંડ એમ કુલ સાડા પાંચ લાખ રૂપિયાનો દંડ ફટકારેલ તેમજ પાંચ લાખ રૂપિયાનું વળતર ભોગ બનનારને ચૂકવવાનો હુકમ પણ કર્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application