ચોરી કરેલ ત્રણ મોટરસાયકલ સાથે સરતાનપર ગામનો શખ્સ ઝડપાયો

  • August 13, 2024 02:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાવનગર એલસીબીએ તળાજાના સરતાનપર ગામે વાડી વિસ્તાર માંથી ચોરી કરેલ ૩ મોટર સાયકલ  કિ.રૂ.૯૫,૦૦૦ ના મુદ્દામાલ સાથે શખ્સ ને ઝડપી લીધો હતો. ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ શહેર વિસ્તારમાં વણશોધાયેલ મિલ્કત સંબંધી ગુન્હાઓનાં શકદારોની તપાસમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમિયાન એ.એસ.આઇ. અનિરૂધ્ધસિંહ ગોહિલ તથા પો.કોન્સ. મહેન્દ્દસિંહ સરવૈયાને સંયુકત રીતે બાતમી મળેલ કે,* હરેશ ઉર્ફે હરી નરવણભાઇ બારૈયા (રહે.સરતાનપર બંદર, તા.તળાજા જી.ભાવનગર) વાળો અલગ અલગ કંપનીના ત્રણ મોટરસાયકલ સાથે સરતાનપર રોડે ગીધાભાઇ ડોડીયાની વાડી સામે ઉભેલ છે અને મોટરસાયકલ વેચવાની ફીરાકમાં છે.


જે મોટર સાયકલ કયાંકથી ચોરી કરીને લાવેલ હોવાની શંકા છે.જે અંગે બાતમીવાળી જગ્યાએ તપાસ કરતા શખ્સ પાસેથી મોટર સાયકલ મળી આવેલ.જે મોટર સાયકલ અંગે તેની પાસે આધાર કે રજી.કાગળો નહિ હોવાનું અને તે અંગે ફર્યું-ફર્યું બોલી કોઇ સંતોષકારક જવાબ આપતો નહિ હોવાથી આ મોટર સાયકલ શક પડતી મિલ્કત તરીકે કબ્જે લઈ  તેની પુછપરછ કરતાં આજથી ત્રણેક મહીના પહેલા ગોંડલ જેતપુર બાયપસાથી હોન્ડા શાઇન મોટર સાયકલની ચોરી કરેલ, આજથી આશરે એકાદ વર્ષ પહેલા ભાવનગર રીલાયન્સ મોલ પાસેથી હોન્ડા ડ્રીમ યુગા મોટર સાયકલની ચોરી કરેલ તેમજ  આશરે દસેક મહિના પહેલા ગોળીબાર હનુમાનથી રૂપાણી સર્કલની વચ્ચેથી હીરો સ્પેલન્ડર પ્લસ મોટરસાયકલ ચોરી કરેલ હોવાનું જણાવતા હરેશ ઉર્ફે હરી નરવણભાઇ બારૈયા (ઉ.વ.૨૪ ધંધો-મજુરી રહે.હાલ- વિમલનગર,વાવડી, તા.જામકંડોરડા જી.રાજકોટ મુળ-સરતાનપર બંદર, તા.તળાજા જી.ભાવનગર)ની ધોરણસર ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ઝડપાયેલા શખ્સ પાસેથી  હોન્ડા કંપનીનું ચેસીઝ નંબર-ખઊ૪ઉંઈ૭૩૪ ૠઇંઝ૦૮૫૩૭૫ તથા એન્જીન નંબર ઉંઈ૭૩ઊઝ૧૧૫૨૯૩૫વાળું નંબર પ્લેટ વગરનું શાઇન મોટર સાયકલ કિ.રૂ.૨૫,૦૦૦,  હોન્ડા કંપનીનું રજી.નંબર-ૠઉં-૦૪-ઉઊં ૪૩૬૩ ચેસીઝ નંબર-ખઊ૪ઉંઈ૫૮ઋઇંઊંૠ૦૪૩૭૨૮ તથા એન્જીન નંબર-ઉંઈ૫૮ઊૠ૦૦૪૩૭૯૦વાળું ડ્રીમ યુગા મોટર સાયકલ કિ.રૂ.૩૫,૦૦૦ અને હીરો કંપનીનું નંબર પ્લેટ વગરનું ચેસીઝ નંબર-ખબહવફૂ૧૧૨ળ૫સ૦૯૬૬૩ તથા એન્જીન નંબર ઇંફ૧૧યદળ૫સ૫૯૫૧૫ વાળું સ્પેલન્ડર પ્લસ મોટર સાયકલ કિ.રૂ.૩૫,૦૦૦ મળી કુલ કિ.રૂ.૯૫,૦૦૦નો મુદ્દામાલ  કબ્જે કરાયો હતો

. ઝડપાયેલા શખ્સ સામે  રાજકોટ ગ્રામ્ય,ગોંડલ સીટી બી ડીવીઝન પો.સ્ટે. ગુ.ર.નં.૦૫૩૮/૨૦૨૪ ઇ.પી.કો.કલમ:-૩૭૯ મુજબનો ગુન્હો નોંધાયો હતો.
આ કામગીરીમાં  પોલીસ ઇન્સ.  એ.આર.વાળાના  માર્ગદર્શન હેઠળ  અનિરૂધ્ધસિંહ ગોહિલ, મહેન્દ્દસિંહ સરવૈયા, એજાજખાન પઠાણ, તરૂણભાઇ નાંદવા અને  રાજેન્દ્દ મનાતર સહિતના જોડાયા હતા.
    



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application