બસમાં ઘેની બિસ્કિટ ખવડાવી મુસાફરોનો સામાન ચોરનાર ડાકોરનો શખસ ઝડપાયો

  • October 01, 2024 03:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ટ્રાવેલ્સમાં મુસાફર સાથે વાત કરી પરિચય કેળવી ઘેની બિસ્કીટ ખવડાવી બેભાન કર્યા બાદ તેમનો કિંમતી સામાન અને રોકડ રકમ ચોરી લેનાર ચલાવનાર ડાકોરના શખસને રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી ઝડપી લીધો છે. આ શખસે રાજકોટ,સુરત સહિતના મુસાફરો મળી કુલ નવ મુસાફરોને આ રીતે શિકાર બનાવ્યા હોવાનું માલુમ પડું છે. પોલીસે આરોપી પાસેથી રોકડ પિયા ૫૦૦૦, ઐંઘની ગોળી, લેપટોપ, કપડાની જોડી વેફરના પેકેટ મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે કર્યેા છે.
આરોપી ૧૯૯૭ થી આ પ્રકારની પ્રવૃત્તિઓ આચરતા ઝડપાયો હતો. પરંતુ છેલ્લા ઘણા વર્ષેાથી તેણે આ કામ મૂકી દીધું હતું. લોકડાઉન બાદ દેણું થઇ જતા ૨૦૨૧ થી તેણે ફરી આ કારસ્તાન શ કયુ હતું.
ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચનાના પગલે એસીપી ક્રાઇમ બી.બી.બસીયાના માર્ગદર્શનમાં રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ એમ આર ગોંડલીયા એમ.એલ ડામોરની રાહબરી હેઠળ ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઇ વી.ડી.ડોડીયા તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન હેડ કોન્સ્ટેબલ રાજેશભાઈ જળુ, કોન્સ્ટેબલ અશોકભાઈ ડાંગર અને પ્રદિપસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે ગ્રીનલેન્ડ ચોકડી નજીક સિટી બસ સ્ટેન્ડ પાસેથી શંકાસ્પદ શખ્સને ઝડપી લીધો હતો. પોલીસે આ શખસની પૂછતાછ કરતા તેનું નામ મહેન્દ્રસિંહ હભા ઉર્ફે હરિસિંહ ચુડાસમા (ઉઉવ ૪૫ રહે. હાલ ડાકોર જી.ખેડા, મૂળ પોલારપુર તા. બરવાળા જી. બોટાદ) હોવાનું માલુમ પડું હતું.
આ બાબતે માહિતી આપવા યોજાયેલી પત્રકાર પરિષદમાં ડીસીપી ક્રાઇમ ડોકટર પાર્થરાજસિંહ ગોહિલે વિગતો આપતા જણાવ્યું હતું કે, ઝડપાયેલ શખસ મહેન્દ્રસિંહ ચુડાસમા બસમાં મુસાફરો સાથે પરિચય કેળવી બિસ્કીટમાં નશીલી દવા ભેળવી બેભાન કરી સોનાના દાગીના તથા રોકડ પિયા સહિતની મત્તા ચોરી લેતો હતો આશક છેલ્લા ૨૭ વર્ષથી આ પ્રકારની પ્રવૃત્તિ આપી રહ્યો છે અગાઉ ૧૯૯૭ માં ઝડપાયા બાદ તેણે આ પ્રવૃત્તિ મૂકી દીધી હતી પરંતુ કોરોના કાર્ડ દરમિયાન તેને દેણું થઈ જતા વર્ષ ૨૦૨૧ થી તેણે ફરી આ કારસ્તાન શ કર્યા હતા.
છેલ્લા ત્રણેક વર્ષ દરમિયાન તેણે આ પ્રકારે બસમાં નવ મુસાફરોને નિશાન બનાવી તેમની પાસેથી રોકડ રકમ અને ઘરેણાં લૂંટી લીધા હોવાનું માલુમ પડું છે જે અંગે હાલ ૬ પોલીસ ફરિયાદ નોંધાય છે. જેમાં બે રાજકોટના બી ડિવિઝન પોલીસ સ્ટેશન, રાજકોટ ગ્રામ્યના ઉપલેટા, પોલીસ સ્ટેશન સુરતના સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદો થઈ છે.
આરોપી સુરતમાં કપડાનો વેપાર કરતો હોવાનું માલુમ પડું છે.આરોપી કોઈપણ બસ સ્ટોપ ખાતે ટ્રાવેલ્સમાં મુસાફરોને સસ્તા ભાડાની વાતો કરી મિત્રતા કેળવી ટ્રાવેલ્સમાં ડબલ સોફામાં સોફો બુક કરાવી રસ્તામાં નાસ્તો કરવાનો આગ્રહ કરી તેની પાસે રહેલ ટેકસીના ટુ ટેબલેટ ઐંઘની ગોળી બિસ્કીટમાં ભેળવી તે મુસાફરોને ખવડાવી દેતો હતો બાદમાં મુસાફર બેભાન થયા બાદ તેણે શરીરને પહરેલા દાગીના અને રોકડ રકમ ચોરી કરી આગલા સ્ટેશને ઉતરી જતો હતો


બિસ્કીટ ખાધા બાદ મુસાફર ૪૮ કલાકે ભાનમાં આવતો

પોલીસે જણાવ્યું હતું કે, આરોપી ટેકસીના ટેબલેટ બિસ્કીટમાં મેળવતો હતો આ બિસ્કીટ ખાધા બાદ તેની તીવ્રતા એટલી જોરદાર હતી કે, જે મુસાફરે આ બિસ્કીટ ખાતા હતા તે ૪૮ કલાક પહેલા ભાનમાં આવ્યા ન હતા


આરોપી આપેલા ગુનાની કબૂલાત
પકડાયેલા શખ્સ મહેન્દ્રસિંહ ચુડાસમાએ આપેલી કબુલાત મુજબ દોઢેક વર્ષ પૂર્વે રાત્રિના સમયે સુરતથી અમદાવાદ ખાનગી બસમાં મુસાફરના રોકડ ૫૦૦૦, દોઢ વર્ષ પૂર્વે સુરત કામરેજ શ્યામધામ સર્કલથી અમદાવાદ જતી બસમાં મુસાફરના ઘરેણા અને રોકડ પિયા ૧૨૦૦૦, સવા વર્ષ પૂર્વે અમદાવાદ ગીતાનગર એસટી ડેપોથી વડોદરા જતી બસમાંથી મુસાફરના ઘરેણા અને રોકડ પિયા ૧૮,૦૦૦, એક વર્ષ પૂર્વે શ્યામધામ સર્કલ ભાવનગરથી તળાજા જતી બસમાં મુસાફરના ઘરેણા અને રોકડ પિયા ૩૦૦૦, દસ મહિના પૂર્વે ગ્રીનલેન્ડ ચોકડીથી સુરત જતી બસમાં મુસાફરના રોકડ પિયા ૧૫૦૦૦, ૯ મહિના પૂર્વે ખાનગી બસમાં મુસાફરના રોકડ પિયા ૨૫,૦૦૦, ૮ મહિના પૂર્વે ગ્રીનલેન્ડ ચોકડીથી સુરત જતી બસમાં પેસેન્જર પાસેથી સોનાનો ચેન વીંટી અને રોકડ .૩,૦૦૦, ૭ મહિના પૂર્વે સુરત કામરેજ શ્યામધામ સર્કલથી અમદાવાદ જતી બસમાં મુસાફરને બેભાન કરી સોનાનો ચેન ચોરી લીધો હતો તેમજ ત્રણેક વર્ષ પૂર્વે રાત્રીના સમયે ગ્રીનલેન્ડ ચોકડીથી સુરત જતી બસમાં મુસાફરને બેભાન કરી સોનાનો ચેન વીંટી અને રોકડ .૪,૦૦૦ ચોરી કર્યાની કબુલાત આપી છે


૧૯૯૭ માં ઝડપાયા બાદ છેક હવે પોલીસના હાથ લાગ્યો
આરોપી મહેન્દ્રસિંહ વર્ષ ૧૯૯૭માં પ્રથમ વખત અન્ય આરોપી નયન પ્રવીણચદ્રં કનૈયા (રહે મુંબઈ) સાથે મળી રેલવેમાં મુસાફરી કરતા પેસેન્જરને બિસ્કીટમાં ઘેની દવા ખવડાવી બેભાન કરી સોનાના દાગીના અને રોકડ ચોરી લીધી હતી. જે અંગે વડોદરા રેલવે પોલીસે બંનેની ધરપકડ કરી હતી. ૧૯૯૭ પછી ૨૭ વર્ષ બાદ તે પોલીસ ઝપટે ચડો છે


સસ્તામાં સોફો બુક કરવાનું કહી જાળ બીછાવતો

પોલીસે જણાવ્યું હતું કે, આરોપી હાઈવે પરના અથવા શહેરના છેવાડાના પીકપ પોઇન્ટ પર જે મુસાફરો બસની રાહમાં ઉભા હોય તેની સાથે મિત્રતા કેળવી તેને સસ્તામાં સોફો બુક કરવાનું કહી તેની સાથે મિત્રતા કેળવતો હતો. રસ્તામાં તેને નાસ્તો કરવાનું કહેતો હતો અને નાસ્તો ન કરો તો કમ સે કમ એક બિસ્કીટ ખાવ તેમ કહી કળા કરતો હતો



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application