મહુવાના કતપર ગામે રહેતા શખ્સે ત્રણ માસુમ બાળકીઓને આઈસ્ક્રીમ પ્યાલી અપાવવાનું કહીં બાવળની કાંટમાં લઈ જઈ ત્રણેયને પોતાનું ગુપ્તાંગ બાતવ્યાની ફરિયાદ નોંધાતા પોલીસે શખ્સ સામે ગુનો દાખલ કરી તેને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ, મહુવા તાલુકાના કતપર ગામે રહેતો પુના ઉર્ફે પુનજી ડોળાશિયા નામના શખ્સે ત્રણ માસુમ બાળકીઓને આઈસ્ક્રીમપ્યાલી અપાવવાની લાલચ આપી ત્રણેયને નિર્જનસ્થળે બાવળની કાંટમાં લઈ ગયો હતો.
જ્યાં તેણે ત્રણેય બાળકીઓને પોતાનું ગુપ્તાંગ કાઢી બતાવતા બાળકીઓ હેબતાઈ ગઈ હતી. જો કે આજ સમયે ગામની અન્ય વ્યક્તિ જોઈ જતાં અને ત્રણ પૈકી એક બાળકીને
પોતાની પાસે બોલાવી લેતા પુના ઉર્ફે પુનજી ડોળાશિયા ભાગીને છુપાઈ ગયો હતો.
જ્યારે ગભરાયેલી બાળકીએ સમગ્ર વાત કરતા તેની સાથેની અન્ય બે બાળકીઓ અંગે પૂછતાં તેણે પુના ઉર્ફે પુનજી સાથે બાવળની કાંટમાં હોવાનું જણાવતા પરિવારજનો સહિતનાઓએ બાળકીના કહ્યા મુજબ બાવળની કાંટમાં જતાં જ પુના ઉર્ફે પુનજી ડોળાશિયા ભાગી ગયો હતો. દરમ્યાન ત્રણેય બાળકીઓને હોસ્પિટલમાં તપાસ માટે લઈ જવાઈ હતી. આ અંગે કતપર ગામના પુના ઉર્ફે પુનજી ડોળાશિયા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવાતા મહુવા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર હિંમત ભરવાડે પુના ઉર્ફે પુનજી સામે ગુનો દાખલ કરી તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઉનાળાની શરૂઆતમાં ગુજરાતમાં 63 જળાશયોમાં 30 ટકાથી ઓછું જળસ્તર
March 26, 2025 12:58 PMજામનગરની બજારમાં પીળા તરબૂચની છે બોલબાલા...
March 26, 2025 12:42 PMજામનગરમાં બંધ મકાનમાં ચોરી કરનાર તસ્કર ઝડપાયો, ૪.૨૯ લાખનો મુદ્દામાલ કબજે
March 26, 2025 12:38 PMજામનગરમાં અંબર ચોકડીથી ડીકેવી સર્કલ સુધીના રોડ પર ગેરકાયદે દબાણ દૂર કરવામાં આવ્યા
March 26, 2025 12:32 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech