આકરી ગરમી સાથે ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે ઉનાળામાં સૌથી મોટી સમસ્યા હોય તો તે છે પાણીની. ગત ચોમાસાની સીઝનમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ પણ સારો પડ્યો હતો અને તમામ જળાશયો ઓવરફ્લો થઈ ગયા હતા. પરંતુ હાલ ગુજરાતના 63 જળાશયો એવા છે કે જેમાં 30 ટકાથી પણ ઓછું જળસ્તર છે. તેમાંય 20 જળાશયમાં જળસ્તર 10 ટકાથી પણ નીચે જતું રહ્યું છે. જળસ્તરના આ આંકડા મધ્ય ઉનાળામાં જ ગુજરાતના અનેક ગામડાંઓમાં પાણીની અછત ઊભી કરે તેવી ભીતિ સર્જાઈ છે
ગુજરાતના 206 જળાશયોમાં હાલ સરેરાશ 61.16 ટકા જળસ્તર છે. જેમાં ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછું 36 ટકા, જ્યારે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 66 ટકા જળસ્તર છે. ઉલ્લેખનીય છે, ગુજરાતમાં ગત વર્ષે 25 માર્ચના રોજ 55.81 ટકા, જ્યારે સરદાર સરોવરમાં 58.79 ટકા જળસ્તર નોંધાયું હતું. આમ, ગત વર્ષની સરખામણીએ આ વખતે જળસ્તરની સ્થિતિ ખૂબ જ સારી છે. ગુજરાતમાં હાલ 25 માર્ચની સ્થિતિએ કચ્છના કાલિયા, દેવભૂમિ દ્વારકાના સૈની અને જૂનાગઢના પ્રેમપરા એમ 3 જળાશય સંપૂર્ણ ખાલીખમ થઈ ગયા છે. 6 જળાશયોમાં 90 ટકાથી વધુ, 11 જળાશયોમાં 80થી 90 ટકા, 8 જળાશયોમાં 70થી 80 ટકા અને 181 જળાશયોમાં 70 ટકાથી ઓછું જળસ્તર છે.
હાલ સંપૂર્ણ 100 ટકા ભરાયેલું હોય તેવું એકમાત્ર જળાશય સુરેન્દ્રનગરનું ચુડા છે. આ સિવાય મહિસાગરનું વણાકબોરી, બોટાદનું ખાંભડા, કચ્છનું કાલાઘોડા-ટપ્પર, રાજકોટનું આજી-1, સુરેન્દ્રનગરનું ધોળી ધજા 90 ટકાથી વધુ જળસ્તર ધરાવે છે. ગુજરાત રાજ્ય દેશમાં ઉપલબ્ધ કુલ જળના બે ટકા અને કુલ વસ્તીના 5 ટકા પાણીનો પુરવઠો ધરાવે છે.
ગુજરાતમાં ઝોનવાઇઝ જળસ્તર
ઝોન | જળાશયો | જળસ્તર |
ઉત્તર | 16 | 36.36 ટકા |
મધ્ય | 17 | 62.06 ટકા |
દક્ષિણ | 13 | 66.56 ટકા |
કચ્છ | 20 | 43.71 ટકા |
સૌરાષ્ટ્ર | 141 | 49.51 ટકા |
સરદાર સરોવર | - | 64.86 ટકા |
સરેરાશ | 207 | 61.16 ટકા |
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેક રિટર્નના જુદા જુદા ચાર કેસમાં કૃષિ દવા વેપારીને એક-એક વર્ષની જેલસજા
March 29, 2025 02:34 PMતું ગામડાની છો, તને કંઈ ખબર પડતી નથી પરિણીતાને પતિ સહિતનો ત્રાસ
March 29, 2025 02:29 PMશનિ મીન રાશિમાં ગોચર કરશે, આ રાશિના લોકોને સોનાનો સૂરજ ઊગશે, સૌથી વધુ ફાયદો થશે
March 29, 2025 01:39 PMજામનગરમાં રાજપૂત કરણી સેનાએ સાંસદની વિવાદિત ટિપ્પણીનો કર્યો વિરોધ
March 29, 2025 01:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech