પાર્ક કરેલા બે વાહનમાં તોડફોડ કરીને હુમલો કર્યો : જાહેરમાં શર્ટ ઉતારી નિર્લજ વર્તન
જામનગરના રણજીતનગર વિસ્તારમાં હોળીની રાત્રે અહીં રહેતા એક શખ્સે હંગામો મચાવ્યો હતો બે વાહનને પાડી દઇ પટણીવાડમાં રહેતા એક યુવાનને ધાક ધમકી દઇ માર માર્યો હતો. દરમ્યાન હંગામો મચાવનાર શખ્સે જાહેરમાં પોતાનો શર્ટ ઉતારીને નિર્લજ વર્તન કર્યુ હતું. જે અંગે ફરીયાદ કરવામાં આવી છે.
જામનગરના પટણીવાડ વિસ્તારમાં રહેતા દાનીશ નુરમામદભાઇ ચૌહાણ (ઉ.વ.30) નામનો યુવાન ગત તા. 13ના પોતાના પરિવાર સાથે હોળી જોવા રણજીતનગર પોતાના મિત્રના ઘરે આવેલ હોય અને આરોપી જયદીપના ઘરની સામેના જાહેર રોડ પર પોતાનું એકસેસ નં. જીજે10ડીએફ-8200 પાર્ક કર્યુ હતું.
ત્યારે આરોપીએ ફરીયાદી તથા સાહેદને મોટરસાયકલ રોડ પર પાડી દઇ જેમતેમ બોલી છુટા હાથે માર માર્યો હતો અને ફરીયાદીને મારી નાખવાની ધાક ધમકી દીધી હતી આમ ફરીયાદીના મોટરસાયકલમાં નુકશાન કરી જાહેરમાં પોતાનો શર્ટ ઉતારી નિર્લજ વર્તન કર્યુ હતું આ અંગે દાનીશભાઇ દ્વારા સીટી-સી ડીવીઝનમાં રણજીતનગર રાજદીપ ફુટવેર પાસે રહેતા જયદીપ અરવિંદ સોલંકી નામના ઇસમ વિરુઘ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
વધુમાં જાણવા મળ્યા મુજબ જાહેરમાં પુષ્પા સ્ટાઇલમાં આ રીતનું વર્તન કરનાર શખ્સએ ફરીયાદી ઉપરાંત એનીમલ હેલ્પલાઇનવાળા સાથે પણ ગેરવર્તન કર્યુ હતું જેનો મામલો સીટી-સી ડીવીઝનમાં લઇ જવામાં આવ્યો હતો ભાગી છુટેલા શખ્સને પોલીસ દ્વારા અટકાયતમાં લેવા તપાસ લંબાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationફ્લાય ઓવરબ્રિજની કામગીરીના પગલે અંબર ચોકડી પાસે વાહન વ્યવહાર આજથી બંધ કરાયો
April 18, 2025 06:21 PMજામનગર પંચકોશી એ ડિવિઝન પોલીસ મથકના પીઆઇ નીકળ્યા સાયકલ યાત્રાએ
April 18, 2025 06:16 PMજામનગરમાં આજે વિશ્વ હેરિટેજ દિવસની ઉજવણી
April 18, 2025 06:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech