રાણાવાવની સૌરાષ્ટ્ર સીમેન્ટ લીમીટેડ કંપની દ્વારા હાથી વોલપુટ્ટીના ગ્રાહકો માટે રાજકોટ ખાતે લકી ડ્રો યોજાયો હતો જેમાં સ્કૂટર, સ્માર્ટફોન, ચાંદીના સિક્કા સહિત ઇનામોનું વિતરણ થયુ હતુ.
મહેતા ગ્રુપની ફલેગશીપ કંપની, સૌરાષ્ટ્ર સિમેન્ટ લિમિટેડ દ્વારા તેની પ્રતિષ્ઠિત પ્રોડકટ, હાથી વોલપુટ્ટીના ગ્રાહકો માટે એક ભવ્ય લકી ડ્રો ઇવેન્ટનું સફળ આયોજન કર્યુ. આ ઇવેન્ટ જે રાજકોટની હોટલ પ્લેટીનમ ખાતે યોજાઇ હતી. તેમાં હાથી વોલ પુટ્ટીના ગ્રાહકો અને ડીલરોની ઉત્સાહભરી ભાગીદારી જોવા મળી હતી. આ ઇવેન્ટનું મુખ્ય આકર્ષણ તેના વિવિધ આકર્ષક ઇનામો હતા. લકી ડ્રો ના વિજેતાઓને અદ્ભુત ઇનામો આપવામાં આવ્યા હતા. જેમાં પ્રથમ વિજેતા માટે સ્કૂટર, બીજા વિજેતા માટે સ્માર્ટ ફોન, ત્રીજા વિજેતા માટે ૧૦૦ ગ્રામ ચાંદીના સિક્કા અને ૨૫ નસીબદાર વિજેતાઓને ખાસ ઇનામો આપવામાં આવ્યા હતા. ઉપરાંત, ૫૦ પારિતોષિક ઇનામો પણ વિતરણ કરીને ભાગ લેનારને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.હાથી વોલ પુટ્ટી એક ઉચ્ચ ગુણવત્તાવાળુ ઉત્પાદન છે, જે આંતરિક અને બાહય દિવાલોની શક્તિ, ટકાઉપણુ અને વોટરપ્રુફીંગને વધારવા માટે ડિઝાઇન કરવામાં આવ્યુ છે. અને જેનાથી દિવાલોના જીવનકાળમાં વધારો થાય છે. ઉત્તમ ગુણવત્તા માટે ઓળખાણ હાથી વોલપુટટ્ટી ઉત્તમ બોન્ડીંગ, વિશાળ કવરેજ અને કલીઅર સફેદી પ્રદાન કરે છે અને દિવાલોને વધુ સક્ષમ બનાવે છે. હાથી વોલપુટ્ટીના મેનેજમેન્ટે આ ઇવેન્ટને સફળ બનાવવા બદલ તમામ ભાગીદારો પ્રત્યે હૃદયપૂર્વક કૃતજ્ઞતા વ્યકત કરી. હાથી વોલપુટ્ટી પોતાના ગ્રાહક અને ડીલર મિત્રો સાથે મજબૂત સંબંધો માટે કટિબધ્ધ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech