BREAKING NEWS

ધોરાજીના પ્રૌઢનું મકાન જામકંડોરણામાં રહેતા વ્યાજખોરે પચાવી લીધું, ઘરવખરી પણ ન છોડી

  • April 21, 2026 02:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ ધોરાજીમાં વ્યાજખોરીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. કેન્ટીનના ધંધામાં પૈસાની જર પડતા પ્રૌઢે ધોરાજી સ્ટેશન રોડ પર જય અંબે એન્ટરપ્રાઈઝના માલીક પાસેથી .૫ લાખ વ્યાજે લીધા હતાં. જેની સામે આ શખસે પ્રૌઢનું ઘરવખરી સાથેનું મકાન પડાવી લેતાં ધોરાજી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના આધારે પોલીસે મની લેન્ડ સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.
બનાવ અંગે ધોરાજીમાં જૂનાગઢ રોડ પર આકૃતિ એપાર્ટમેન્ટમાં રહેતાં અરવિંદભાઈ દેવરાજભાઈ ચાવડા (ઉ.વ.૫૬) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે હરપાલસિંહ ચુડાસમા (રહે. જામકંડોરણા) નું નામ આપ્યું છે. ફરીયાદીએ જણાવ્યું હતું કે, તે પીઠળીયા ટોલનાકા પાસે આવેલ ઠાકરઘણી હોટલે રહી ત્યા જ મજુરી કામ કરી ઘર પરીવારનુ ગુજરાન ચલાવે છે. તેઓ અઠવાડીયે પંદર દિવસે ધોરાજી ઘરે આંટો મારવા આવે છે. સંતાનમાં બે દિકરા છે. સાડા ત્રણેક વર્ષ પહેલા તેઓ ધોરાજી માર્કેટ યાર્ડમાં કેન્ટીન ચલાવતાં હતાં તેમાં પૈસાની જર પડતા ધોરાજી સ્ટેશન રોડ પર જય અંબે એન્ટરપ્રાઈઝ નામનો ટીવી ફ્રીજનો શો–મ ધરાવતા જામકંડોરણાના હરપાલસિંહ ચુડાસમાને વાત કરેલ કે, મારે ૫ લાખની જર છે, તો તેમને હા પાડેલ અને કહેલ કે, ૩ ટકા લેખે વ્યાજ થશે, તારે મને કોરા ચેક આપવા પડશે. હરપાલસિંહે ૫ લાખ ૩ ટકાના વ્યાજે આપેલ, જેના બદલામાં હરપાલસિંહએ કોરી ચેકબુક સહીઓ કરાવી તેમની પાસે રાખી લીધેલ હતી.
તે પછી દર મહિનાનુ વ્યાજ તેમના શો મે જઈને આપતાં હતાં. ૪ મહિના સુધી કુલ . ૬૦ હજાર વ્યાજ આપેલ ત્યારબાદ ચોમાસુ આવી જતા કેન્ટીનનો ધંધો ઓછો થઇ જતા છ સાત મહિના સુધી હરપાલસિંહને વ્યાજ આપી શકયો નહી. ત્યારબાદ કામથી તેમના શો મ આગળથી નિકળતા હરપાલસિંહે કહેલ કે, મારા પૈસાનુ શુ થયુ ? તમારે મને વ્યાજ અને મુદ્દલ આપવી પડશે નહિતર તમા ધોરાજીમાં જુનાગઢ રોડ પર આવેલ મકાન મારા નામે કરી આપવું પડશે, મારા પૈસા પુરા થાય ત્યારે આ મકાન લઈ જજો. જેથી તેમને હા પાડી દિધેલ હતી..
તે જ મહિનામાં મકાન હરપાલસિંહના નામે કરી દિધેલ અને તેની સામે તેને મકાનની ૧૧ લાખની લોન અને તેની પાસેથી વ્યાજે લીધેલ . ૫ લાખ અને છ સાત મહિનાના બાકી રહેતા વ્યાજના પીયા અને અઢી લાખ પીયા એમ અઢાર લાખની સામે . ૩૫ લાખનુ મકાન પડાવી તેમના નામે કરાવી લીધેલ અને ત્યારબાદ મકાન પાછુ મેળવવુ હોય જેથી ગમે તેમ કરીને છ સાત મહિના સુધી કટકે કટકે આશરે પોણા બે લાખ જેવુ વ્યાજ આપેલ ત્યારબાદ પાંચેક મહિનાનુ વ્યાજ ચુકવી શકેલ નહી અને ૧૧ મહિનાની મુદત પુરી થતા આરોપીએ ફરીયાદી અને તેમના પરીવાર પાસે વકીલ પાસે લખાણ કરાવેલ અને ત્યારબાદ પણ વ્યાજના પૈસા ના ચુકવાતા હરપાલસિંહે ઘરે આવી ધાક ધમકી આપવા લાગેલ કે, આ મારા બાપનુ મકાન છે, વ્યાજના પૈસા આપી દેજો નહીતર તારા હાથ–પગ ભાંગી રસ્તા પર લાવી દઈશ.
જેથી ડરના કારણે મકાન ખાલી કરી દિધેલ અને ત્યારે પણ હરપાલસિંહએ કહેલ કે, તારા પૈસા પુરા નથી થતા જેથી ઘરનો બધો સામાન નહીં કાઢવા દઉં તેમ કહી મકાન પચાવી લીધેલ હતું. જે બાદ જમનાવડ રોડ પર પરીવાર સાથે ભાડે રહેવા જતા રહેલ. ત્યારબાદ એક દિવસ જામકંડોરણા પોલીસ સ્ટેશનથી કોર્ટની તારીખનો ફોન આવતા જાણવા મળેલ કે, હરપાલસિંહને સહી વાળા કોરા ચેક આપેલ હોય તેનો જાણ બહાર ઉપયોગ કરીને હરપાલસિંહે પહેલા દસ લાખ અને ત્યારબાદ ઝાંઝમેરના જયરાજસિંહ નામનો પાંચ લાખનો ચેક બેન્કમાં વટાવી બાઉન્સ કરાવી કોર્ટમાં કેસ કર્યેા છે. બનાવ અંગેની ફરીયાદ પરથી પોલીસે મની લેન્ડ એકટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News