સાસરિયાઓનું થોડું ખરાબ વર્તન ક્રૂરતા નથી: સુપ્રીમ

  • December 28, 2023 01:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કર્ણાટકના દહેજ ઉત્પીડન કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે મહત્વી ટિપ્પણી કરી હતી અને જણાવ્યું હતું કે સાસરિયાઓનું થોડું ખરાબ વર્તન ક્રૂરતા નથી . કેસની સુનાવણી દરમિયાન જસ્ટિસ સંજીવ ખન્નાની અધ્યક્ષતાવાળી ખંડપીઠે કહ્યું હતુ કે, સાસરિયામાં છોકરી સાથે ખરાબ વ્યવહારના કેસને દહેજ ઉત્પીડન કહી શકાય નહીં. ખંડપીઠે કહ્યું હતું કે જો ફરિયાદીના લ જીવનમાં દખલગીરીના કોઈ ફિઝિકલ પુરાવા નથી તો આરોપીને આઈપીસીની કલમ ૪૯૮એ હેઠળ ક્રૂરતા માટે દોષી ઠેરવી શકાય નહીં. જસ્ટિસ સંજીવ ખન્નાએ તાજેતરના આદેશમાં આ સ્પષ્ટ્ર કર્યુ હતું.
કોર્ટ કર્ણાટકની એક મહિલાની અપીલ પર સુનાવણી કરી રહી હતી, જેના પર તેની નવવિવાહિત ભાભીએ અપશબ્દોનો ઉપયોગ કરવાનો અને તેનો અંગત સામાન ડસ્ટબિનમાં ફેંકવાનો આરોપ મૂકયો હતો. નોંધનીય છે કે કલમ ૪૯૮એ મુજબ, જે કોઈ પણ ક્રીનો પતિ અથવા તેના પતિના સંબંધી હોવાને કારણે આવી ક્રી સાથે ક્રૂરતા કરશે તો તેને ત્રણ વર્ષ સુધીની કેદની સજા અને દડં ફટકારવામાં આવે છે. જો કે, બેન્ચને જાણવા મળ્યું કે આરોપી મહિલા તેની ભાભી સાથે એક જ ઘરમાં રહેતી નહોતી. વાસ્તવમાં મહિલા વિદેશમા રહેતી હતી. કોર્ટને જાણવા મળ્યું કે ભાઈની પત્નીએ મહિલા દ્રારા તેના પર કરવામાં આવેલી ક્રૂરતાની કોઈ ચોક્કસ વિગતો આપી નથી. બેન્ચે કહ્યું કે મહિલાના ભાઈએ ૨૦૨૨માં જ તેની પત્નીને છૂટાછેડા આપી દીધા હતા. તેમની ભાભીના તેમના પરના આક્ષેપો ખૂબ જ અસ્પષ્ટ્ર અને સામાન્ય હતા.
કોર્ટે આદેશ આપ્યો હતો કે અમે અપીલકર્તાઓ વિદ્ધ ફોજદારી કાર્યવાહીને રદ કરીએ છીએ. જો કે, અમે સ્પષ્ટ્રતા કરીએ છીએ કે પુરાવાના રેકોડિગ દરમિયાન જો કોઈ સામગ્રી રેકોર્ડ પર આવે છે તો તે ટ્રાયલ કોર્ટ માટે કાયદા મુજબ આગળ વધી શકે છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application