ખરેડ ગામે માલધારી યુવાન પર સિંહનો હુમલો

  • March 04, 2024 07:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ખરેડ ગામે યુવાન પર સિંહએ હુમલો કરાયો હતો. મહુવા તાલુકાના ખરેડ ગામ નજીક માલધારી યુવાન પોતાના માલઢોર ચરાવવા ગયો હતો. જર દરમિયાન અચાનક સિંહએ હુમલો કરી દીધો હતો. ખરેડ ગામ નજીક ગરાહવો વિસ્તારમાં અજયભાઇ નાથાભાઈ ગમારા પર સિંહ દ્વારા હુમલો કરાતા ગંભીર ઇજા પહોંચી હતી. જેને ગળાના ભાગે ઇજા પહોંચતા તાત્કાલીક સારવાર અર્થે મહુવા હનુમંત હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ગળાના ભાગે વઘુ ઇજા જણાતા ફરજ પરના તબીબે યુવાનને વધુ સારવાર માટે ભાવનગર ખાતે ખસેડવામાં આવ્યો હતો. બનાવને પગલે ખરેડ ગામના માલધારી લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. અને વન વિભાગને ઘટનાની જાણ કરાઈ હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application