કોડીનારના દેવળી ગામે વાડીના મકાનમાં દીપડો ઘુસી ગયો

  • August 31, 2024 10:14 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ખેડૂતે મકાનના દરવાજા બહારથી બધં કરી વનવિભાગને જાણ કરી હતી. એક કલાકની જહેમત બાદ દીપડાને ટેનગુલાઈઝ ગનથી બેહોશ કરી પાંજરે પુરાયો પૂર્યેા.કોડીનારના દેવળી દેદાની ગામે ખડૂતના વાડી વિસ્તારમાં શિકારની શોધમાં ખૂંખાર દીપડો આવેલ ત્યારે મકાનમાં અંદર ઘૂસી જતાં જેની જાણ ખેડૂતને થતા મકાનના દરવાજા બહારથી બધં કરી દીધેલ અને વન વિભાગને જાણ કરતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઇ મકાન માંથી દીપડાનું રેસ્કયું કરવામાં આવ્યું હતું.
કોડિનારના દેવળી ગામેની ડેડીકયાં વાડી વિસ્તારમાં રહેતાં જેસિંગભાઈ મોરી ખેડૂત પોતાની વાડી વિસ્તારમાં દિપડો શિકાર માટે આવી ચઢો હતો અને શિકારની શોધમાં એક મકાનમાં ઘુસી ગયો હતો. આ બાબતની જાણ ખેડૂતને થતા મકાનનો દરવાજો બહારના ભાગેથી બધં કરી દિધો હતો અને વન વિભાગને જાણ કરતા તાત્કાલિક રેસ્કયું ટીમ સ્થળ પર દોડી ગયેલ અને એક કલાકની જહેમત બાદ ખુંખાર દીપડાને ટેનગુલાઈઝ ગનથી બેહોશ કરી દેવામાં આવ્યો હતો.
ત્યારબાદ આ દીપડાને પાંજરે પૂરવામા પુરી જામવાળા ગીર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામા આવ્યો હતો. જોકે આ દીપડો મકાનમાં ઘૂસી જતા આજુબાજુ ખેડૂત લોકોમાં ભયનું વાતાવરણ ફેલાઇ ગયું હતું. અને વન વિભાગ દ્રારા આ ખુંખાર દીપડાનું એક કલાકની જહેમત બાદ રેસ્કયું કરતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application