દ્વારકાનાં વેપારી અગ્રણી અને ગૌશાળાનાં હોદ્દેદાર વિરૂદ્ધ કાનૂની જંગનાં ભણકારા

  • December 30, 2023 12:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કરતબ કરી ખેડૂત ખાતેદાર બની બેસવા અંગેનાં પ્રકરણમાંની તજવીજ

દ્વારકાનાં  અગ્રણી વેપારીએ ખેડૂત ખાતેદાર તરીકે લીધેલ ખેતીની જમીન અંગેનાં વિવાદમાં જે-તે સમયે કોકસિંહ ઠાકુર નામનાં અરજદારે પીજી પોર્ટલનાં માધ્યમથી ફરીયાદ કરેલ હતી. જેનાં અનુસંધાનમાં તત્કાલીન કલેકટર દ્વારા લગત કાર્યવાહી પછી ખેતીની જમીન બિનખેડૂત વ્યક્તિએ ખરીદેલ હોવાનું જણાયું હોવાનો અભિપ્રાય આપી સંલગ્ન કાયદેસર કાર્યવાહી કરવા મામલતદારને તાકીદ કરેલ હતી. પરંતુ ધીમે ધીમે આ પ્રકરણમાં ઠંડુ પાણી રેડી દેવાનો પ્રયાસ થયો હોય એવું ચિત્ર ઉપસ્યું હતું. જેમાં હવે કાનૂની લડાઇનાં ભણકારા સંભળાઇ રહ્યા છે.
અરજદાર કોકસિંહ ઠાકુરની રજૂઆત મુજબ ખાતેદાર ખેડૂત હતા પરંતુ તેમણે ૧૯૭૬ માં તમામ જમીન વેચી નાખતા ખેડૂત ખાતેદાર રહ્યા ન હતાં. તેમ છતાં વર્ષ ૧૯૯૨ માં  દ્રારકા ગામ સર્વે નં ૧૮૪/૧ તથા ૧૮૪/૨ વાળી જમીન ખરીદતા ગામનાં હક્કપત્રકે નમૂના નં ૬ માં ફેરફારી નોંધ નં ૧૫૦૦ પડી હતી. જેમાં અમલદારે અરજદારનાં ભાઇનાં જમીન ધારણ કરેલ હોવાનાં ઉલ્લેખ સાથે મંજૂર કરેલ હતી એટલે ખેડુત પોતાનાં ભાઇનાં ખાતેદાર ખેડૂતનાં દરજ્જાનાં આધારે ખાતેદાર થયા હોવાનું જણાયું હતું જે પછી ખાતેદાર ખેડૂતનાં દરજ્જાનાં આધારે તેમનાં પુત્રીએ ખાતેદાર ખેડૂતનો દરજ્જો પ્રાપ્ત કર્યો હોવાનું અને ફેરફારી નોંધ નં ૧૫૦૦ થી બિનખેડૂત વ્યક્તિએ જમીન ખરીદી હોવાનું જણાયું હોવાનો મત અરજીનાં સમયે તત્કાલીન કલેક્ટરે પ્રગટ કરી સંલગ્ન ખરાઇ  કરી કાયદેસર કાર્યવાહી કરવા મામલતદારને તાકીદ કરી હતી.
આ પ્રકરણમાં પછી કોઇ  કાર્યવાહી થઇ હોવાનું પ્રકાશમાં આવ્યું ન હોવાથી રહસ્ય ઘેરાયું હતું ત્યારે તાજેતરમાં ફરી ગાજેલા આ પ્રકરણમાં હવે હાઇકોર્ટમાં  ની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળતા ખળભળાટ થયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application