કચ્છની કેમો સ્ટીલ કંપનીમાં ભઠ્ઠી ઉભરાતાં મજૂરનું મોત નનીપજ્યું

  • January 15, 2024 01:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કચ્છના અંજારના બૂઢારમોરામાં કેમો સ્ટીલ કંપનીમાં મોટી દુર્ઘટના ઘટી છે. વિગતો મુજબ સ્ટીલ કંપનીની ભઠ્ઠી ઉભરાઈ જતા ૧૦ જેટલા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. પ્રાથમિક વિગતો મુજબ ૧ નું મોત થયું તો ૪ ની હાલત અત્યતં નાજુક હોવાના કારણે તેઓને તાત્કાલિક અમદાવાદ ખાનગી હોસ્પીટલમાં રિફર કરાયા છે. આ તરફ સ્ટીલ પીગળાવાની કામગીરી દરમિયાન આ દુર્ઘટના બની હોવાનું સામે આવ્યું છે. આ સાથે મજૂરોને અત્યતં ગંભીર ઈજાઓ હોવાનું પણ જાણવા મળ્યું છે.
કચ્છના અંજારના બૂઢારમોરામાં આવેલ કેમો સ્ટીલ કંપનીમાં દુર્ઘટના સામે આવી છે. વિગતો મુજબ સ્ટીલ પિગળાવતી વખતે ભઠ્ઠી ઉભરાઈ જતા દુર્ઘટના સામે આવી હતી. જેમાં ગરમ સ્ટીલ બહાર આવી જતાં મજૂરોનાં ગંભીર રીતે દાઝી ગયા હતા. આ તરફ ચારની હાલત અત્યતં નાજુક હોવાના કારણે અમદાવાદ ખાનગી હોસ્પિટલમાં રિફર કરાયા છે. પ્રાથમિક વિગતો મુજબ અન્ય છ લોકોને સ્થાનિક ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. ઘટનાને લઈ પોલીસની ટીમ અને ફાયર બ્રિગેડ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News