દુનિયામાં ઘણા લોકો છે જેને સોનાના ઘરેણાંનો ખૂબ શોખ હોય છે, પછી ભલે તે સ્ત્રીઓ હોય કે પુરુષો. ઘણા લોકોને તો સોનાના વજનદાર ઘરેણાં જેવા કે હાર, બ્રેસલેટ વગેરે પહેરવાનું ગમે છે જ્યારે કેટલાક લોકોને ખૂબ જ અસામાન્ય અને વિચિત્ર પ્રકારના ઘરેણાં પહેરવાનું ગમે છે. દુબઈમાં આવા શોખ વધુ જોવા મળે છે. ત્યાંની એક જ્વેલરી શોપમાં પણ એક ખૂબ જ અનોખો પ્રયોગ કરવામાં આવ્યો છે. તેઓએ કોઈ નવી જ્વેલરી નથી બનાવી પરંતુ એક નવી પ્રકારની કુર્તી બનાવી છે જે સંપૂર્ણપણે સોનાની બનેલી છે, જેને પહેરવાથી સ્ત્રીઓ અલગ દેખાશે.
સોશિયલ મીડિયા પર શેર કરાયેલી સોનાની કુર્તી લોકોને ખૂબ પસંદ આવી રહી છે. સામાન્ય રીતે જ્વેલરી ડિઝાઇનર્સ ડ્રેસ પર ખાસ ઝરી વર્ક ડિઝાઇન કરીને તેને સુંદર બનાવે છે. સ્ત્રીઓને પણ આ પ્રકારના કપડાં ખૂબ ગમે છે પરંતુ આ દુકાનના ઝવેરીઓએ અજાયબી કરી છે. તેમણે આખી કુર્તી સોનાની ખાસ ડિઝાઇનથી બનાવી છે.
ખાસ વાત એ છે કે આ અનોખી ડિઝાઇનમાં માત્ર કુર્તી જ નથી પરંતુ માથા પર પહેરવા માટે એક અનોખો મુગટ પણ બનાવવામાં આવ્યો છે. આ ઉપરાંત તેમાં એક બીજું રત્ન પણ શામેલ છે જે કાંડાથી કોણી સુધી એક મોટા બ્રેસલેટ જેવું લાગે છે. આ પહેર્યા પછી આ મોડેલ પ્રાચીનકાળની રાણી જેવી દેખાઈ છે.
આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર gold.house2020 નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. જેને ૧.૫ કરોડ લોકોએ જોયો છે. લોકોએ કોમેન્ટ સેક્શનમાં તેને મેળવવાની ઇચ્છા પણ વ્યક્ત કરી છે, જ્યારે કેટલાકે તેને પોતાની પત્ની માટે પસંદ કર્યું છે. મધ્ય પૂર્વના દેશોના ઘણા લોકોએ પૂછ્યું પણ છે કે આ કુર્તી કે શર્ટ તેમના દેશમાં ક્યારે આવશે?
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application₹1 નો સિક્કો બનાવવામાં કેટલો ખર્ચ થાય છે? RBI એ આપ્યો પાઈ-પાઈનો હિસાબ
June 04, 2025 09:45 PMગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 119 નવા કેસ, એક્ટિવ કેસ 500ને પાર
June 04, 2025 08:07 PMબેંગલુરુ દુર્ઘટના પર PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ: 'ઘાયલો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના'
June 04, 2025 08:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech