દિલ્હીના અલીપુર વિસ્તારમાં આવેલી એક પેઇન્ટ ફેકટરીમાં ભીષણ આગ લાગી હતી. આ ઘટનામાં ૧૧ના દાઝી જવાથી મોત થયા છે. આગ એટલી ભીષણ હતી કે ૨૨ કાર અને ૫ દુકાનોપણ આગની લપેટમાં આવી જતા ખાક થઈ ગયા હતા.ઘટનાના પગલે ફાયર બ્રિગેડની ટીમ ધસી ગયી હતી અને ૨૨ ફાયર ટેન્કરની મદદથી આગ પર કાબુ મેળવ્યો હતો.
શઆતમાં ફાયર બ્રિગેડની ટીમે ફેકટરીમાંથી ૩ મૃતદેહને બહાર કાઢા હતા.બાદમાં આગ બુઝાવ્યા બાદ યારે ફેકટરીની અંદર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું, ત્યારે વધુ બળી ગયેલા મૃતદેહો મળી આવ્યા હતા.
જોત જોતામાં આગે વિકરાળ સ્વપ ધારણ કરી લીધુ હતુ અને આ પેઇન્ટ ફેકટરી ગીચ વિસ્તારમાં હોવાથી ૨૨ કાર અને ૫ દુકાનો પણ આગની લપેટમાં આવી ગઇ હતી.પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ દ્રારા હાલ આગ લાગવાનું કારણ શું હોઇ શકે તે અંગેની તપાસ શ કરવામાં આવી છે.
આગ લાગવાની ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ૨૨ ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી ગઇ હતી અને ભારે જહેમતથી આગ પર કાબુ મેળવ્યો હતો.હવે ફેકટરીમાં મળેલા મૃતદેહોની ઓળખ મેળવવાની કામગીરી શ કરવામાં આવી છે. મૃતદેહોનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી અપાયા છે.
ફાયર બ્રિગેડની ટીમે જણાવ્યું હતું કે દયાલપુર અલીપુરના એચ બ્લોકમાં આવેલી પેઇન્ટ ફેકટરીમાં આગ લાગી હોવાનું જાણવા મળતા જ ટીમ ધસી ગયી હતી . શઆતમાં ૮ ફાયર ટેન્ડર ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા, પરંતુ યારે આગ વધુ ફેલાઈ હોવાનો ખ્યાલ આવતા જ વધુ કુમક રવાના કરાઈ હતી અને ત્યારે ૨૨ ફાયર ટેન્ડરની મદદથી આગ ઓલવાઈ હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદક્ષિણ કોરિયામાં માર્શલ લૉ લાગુ, રાષ્ટ્રપતિએ કહ્યું- બચ્યો હતો માત્ર આ એક વિકલ્પ
December 03, 2024 11:03 PMકપિલ શર્માનો કોમેડિયન મિત્ર સુનીલ પાલ અચાનક થયો લાપતા, પત્નીએ પોલીસમાં નોંધાવી ફરિયાદ
December 03, 2024 11:01 PMખ્યાતિ હોસ્પિટલ કાંડ: રાજ્યસભામાં ગુંજ્યો મુદ્દો, શક્તિસિંહનો ગંભીર આરોપ
December 03, 2024 08:07 PMહિન્દુ સેનાએ ASIને જામા મસ્જિદનો સરવે કરવા પત્ર લખ્યો, સીડીઓમાં મૂર્તિઓના અવશેષ હોવાનો દાવો કર્યો
December 03, 2024 05:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech