રશિયાના કઝાનમાં 9/11 જેવો હુમલો, યુક્રેને 8 ડ્રોન છોડી 6 ઈમારતમાં વિસ્ફોટ કરાવ્યો, જુઓ રૂંવાડા ઉભા કરી દેતો વીડિયો

  • December 21, 2024 01:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રશિયાના કઝાન શહેરમાં શનિવારે સવારે અમેરિકાનો 9/11 જેવો હુમલો થયો હતો. ન્યૂઝ એજન્સી રોઈટર્સના જણાવ્યા અનુસાર, યુક્રેને કઝાનમાં 8 ડ્રોન હુમલા કર્યા, જેમાંથી 6 રહેણાંક મકાનો પર થયા. આ હુમલો મોસ્કોથી 800 કિલોમીટર દૂર થયો હતો. હજુ સુધી હુમલામાં કોઈના માર્યા જવાના સમાચાર નથી. 

હુમલાના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેમાં ઘણા ડ્રોન ઈમારતો સાથે અથડાતા જોવા મળી રહ્યા છે. આ હુમલા બાદ રશિયાના બે એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યા છે.

4 મહિના પહેલા રશિયા પર પણ આવી જ રીતે હુમલો કરવામાં આવ્યો હતો. યુક્રેને રશિયાના સારાટોવ શહેરમાં આવેલી 38 માળની રહેણાંક ઇમારત વોલ્ગા સ્કાયને નિશાન બનાવી હતી. રશિયાનું અહીં સ્ટ્રેટેજિક બોમ્બર મિલિટ્રી બેઝ પણ છે. હુમલામાં 4 લોકો ઘાયલ થયા હતા. જે બાદ રશિયાએ યુક્રેન પર 100 મિસાઈલ અને 100 ડ્રોન ફાયર કરીને જવાબી કાર્યવાહી કરી હતી. જેમાં છ લોકોના મોત થયા હતા અને 150થી વધુ લોકો ઘાયલ થયા હતા.



❗️RUSSIAN AIR DEFENSE SYSTEMS DESTROYED A UKRAINIAN DRONE OVER RUSSIA'S CITY OF KAZAN - RUSSIAN DEFENSE MINISTRY

As a result of a drone attack, a fire broke out in houses in three districts, Sovetsky, Kirovsky and Privolzhsky, the mayor's office said.

Operational services… pic.twitter.com/SztJHaoCCu

— Sputnik (@SputnikInt) December 21, 2024


રશિયાના ન્યુક્લિયર ચીફની 4 દિવસ પહેલા હત્યા કરવામાં આવી હતી

માત્ર ચાર દિવસ પહેલા જ રશિયાના ન્યુક્લિયર ચીફ ઇગોર કિરિલોવનું મંગળવારે મોસ્કોમાં થયેલા બ્લાસ્ટમાં મોત થયું હતું. હુમલા સમયે, કિરિલોવ એપાર્ટમેન્ટમાંથી બહાર આવી રહ્યો હતો ત્યારે નજીકમાં પાર્ક કરેલા સ્કૂટરમાં વિસ્ફોટ થયો હતો. જેમાં કિરિલોવની સાથે તેનો સહાયક પણ માર્યો ગયો હતો.

ન્યૂઝ એજન્સી રોયટર્સે યુક્રેનના અધિકારીઓને ટાંકીને કહ્યું હતું કે કિરિલોવની હત્યા યુક્રેન દ્વારા જ કરવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, યુક્રેનની સિક્યોરિટી સર્વિસ એજન્સી (SBU) સાથે જોડાયેલા એક સૂત્રે આની જવાબદારી લીધી હતી.

2001માં આતંકવાદીઓએ આવી જ રીતે 4 પ્લેન હાઇજેક કરીને અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર હુમલો કર્યો હતો. તેમાંથી 3 પ્લેન એક પછી એક અમેરિકાની 3 મહત્વની ઈમારતો પર તૂટી પડ્યા હતા. પ્રથમ ક્રેશ રાત્રે 8:45 વાગ્યે થયો હતો. બોઇંગ 767 ખૂબ જ ઝડપે વર્લ્ડ ટ્રેડ સેન્ટરના નોર્થ ટાવર સાથે અથડાયું હતું. 18 મિનિટ પછી, બીજું બોઇંગ 767 બિલ્ડિંગના દક્ષિણ ટાવર સાથે અથડાયું હતું.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application