એવરેસ્ટ કરતાં ત્રણ ગણો મોટો શિંગડાવાળો ધૂમકેતુ પૃથ્વી તરફ આવી રહ્યો છે

  • October 20, 2023 10:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


બ્રિટિશ એસ્ટ્રોનોમિકલ એસોસિએશનને ટાંકીને લાઇવ સાયન્સે અહેવાલ આપ્યો છે કે, માઉન્ટ એવરેસ્ટના કદ કરતાં ત્રણ ગણો મોટો અને શિંગડાવાળો ધૂમકેતુ પૃથ્વી તરફ આવી રહ્યાના સંકેત સાપડી રહ્યા છે . આ ધૂમકેતુમાં ચાર મહિનામાં બીજી વખત વિસ્ફોટ થયો છે અને હવે પૃથ્વી તરફ ધસી રહ્યો છે. હાલમાં તે સ્પષ્ટ્ર નથી કે સૌથી તાજેતરના વિસ્ફોટ દરમિયાન કોમેટ કેટલો મોટો થયો હતો પરંતુ એવા સંકેતો છે કે વિસ્ફોટ અગાઉના વિસ્ફોટો કરતાં વધુ ઝડપી હતો.


લોકોને અંતરિક્ષમાં થતી હલચાલમાં ખૂબ જ રસ હોય છે. સ્પેસ એજન્સીઓ અહીં બનતી દરેક ઘટના અંગે અપડેટસ આપતી રહે છે. આ દરમિયાન ખગોળશાક્રીઓએ ચેતવણી આપી હતી કે માઉન્ટ એવરેસ્ટ કરતાં ત્રણ ગણા મોટા ધૂમકેતુમાં ચાર મહિનામાં બીજી વખત વિસ્ફોટ થયો છે અને હવે તે પૃથ્વી તરફ ઝડપથી આગળ વધી રહ્યો છે. તમને જણાવી દઈએ કે આ ધૂમકેતુનું નામ ૧૨પીપોન્સ–બ્રૂકસ છે અને તે ઠંડો વાળામુખી ધૂમકેતુ છે. તેના કદની વાત કરીએ તો તેનો વ્યાસ ૧૮.૬ માઈલ છે અને તેમાં ૫ ઓકટોબરે વિસ્ફોટ થયો હતો.


આ ધૂમકેતુમાં છેલ્લા ચાર મહિનામાં આ બીજો વિસ્ફોટ થયો છે. છેલ્લી વખત આ ધૂમકેતુમાં જુલાઈમાં વિસ્ફોટ થયો હતો. બ્રિટિશ એસ્ટ્રોનોમિકલ એસોસિએશન દ્રારા આ ધૂમકેતુનું દરેક સમયે નજીકથી નિરીક્ષણ કરવામાં આવે છે. બીએએ એ વિસ્ફોટ શોધી કાઢો યારે તેણે ૧૨પીના કોમા અને કેન્દ્રની આસપાસ ધૂળ અને ગેસના વાદળને જોયા, જેના પરિણામે પ્રતિબિંબિત પ્રકાશમાં ડઝનેક ગણી વધુ ચમક જોવા મળે છે.બ્રિટિશ એસ્ટ્રોનોમિકલ એસોસિએશનને ટાંકીને લાઇવ સાયન્સે અહેવાલ આપ્યો છે કે, હાલમાં તે સ્પષ્ટ્ર નથી કે સૌથી તાજેતરના વિસ્ફોટ દરમિયાન કોમા કેટલો મોટો થયો હતો પરંતુ એવા સંકેતો છે કે વિસ્ફોટ અગાઉના વિસ્ફોટો કરતાં વધુ ઝડપી હતો. આ કારણે કોમા કદાચ તેના સામાન્ય કદ કરતા નાનો થઈ ગયો છે. આ ધૂમકેતુની શોધ જીન–લુઈસ પોન્સ દ્રારા ૧૨ જુલાઈ, ૧૮૧૨ના રોજ કરવામાં આવી હતી.


શું અસર થશે
જેમ વાળામુખીનાં વિસ્ફોટ થતાં ધૂમકેતુએ ગેસ અને બરફના મોટા વાદળ છોડા જે શિંગડાની વિશાળ જોડી જેવા દેખાતા હતા.. ધૂમકેતુના આકારમાં ફેરફાર થતાં દબાણનું નિર્માણ વિક્ષેપિત થાય છે, જેના કારણે ધૂળ અને બરફ છૂટા હતા, હવે તે સૂર્યને પ્રતિબિંબિત કરી રહ્યા છે, તેને કારણે શિંગડાજેવું દ્રશ્ય બનાવે છે પરંતુ તે આખરે અધ્શ્ય થઈ જશે. કારણ કે તે સુર્ય ગરમીના કારણે વિખેરાઈ જશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application