રાજકોટમાંથી મુન્દ્રાનો રીઢો ગુનેગાર પિસ્ટલ અને તમંચા સાથે ઝડપાયો

  • September 26, 2024 12:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની ટીમ શીતલ પાર્ક મેઇન રોડ પાસેથી કચ્છના મુદ્રાના રીઢા ગુનેગારને દેશી બનાવટની પિસ્ટલ અને તમંચા તથા જીવતા કારતુસ સાથે ઝડપી લીધો હતો. આરોપી અહીં કોઈને હથિયાર વેચવા આવ્યો હોવાની શંકા સેવાઇ રહી છે ત્યારે આરોપી હથિયાર કોને સપ્લાય કરવા આવ્યો હતો? તે જાણવા માટે આજરોજ પોલીસ તેને રિમાન્ડની માંગણી સાથે કોર્ટ સમક્ષ રજૂ કરશે.
જાણવા મળતી વિગતો મુજબ, ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ એમ.આર.ગોંડલીયા અને એમ.એલ.ડામોરની રાહબરી હેઠળ પી.એસ.આઇ વી.ડી.ડોડીયા તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન હેડ કોન્સ્ટેબલ અમિતભાઈ અગ્રાવત, યુવરાજસિંહ ઝાલા અને કોન્સ્ટેબલ અશોકભાઈ ડાંગરને મળેલી બાતમીના આધારે જામનગર રોડથી શીતલ પાર્ક મેઇન રોડ તરફના રસ્તે એક શંકાસ્પદ શખસને ઝડપી લીધો હતો. પોલીસે આ શખસની અગં જડતી લેતા તેની પાસેથી દેશી બનાવટનો તમંચો, દેશી બનાવટની પિસ્ટલ તથા જીવતો કારતુસ મળી આવ્યો હતો જેથી પોલીસે આ શખસની અટકાયત કરી હતી.
ઝડપાયેલા આ શખસનું નામ કલ્પેશભારથી ઉર્ફે ગુ ગોપાલ ભારથી ગોસ્વામી(ઉ.વ ૩૦ રહે હાલ મિયાણા કોલોની, મુન્દ્રા મૂળ દશરડી તા. માંડવી કચ્છ) હોવાનું પોલીસે જણાવ્યું હતું. આરોપી સામે કચ્છમાં ગઢશીશા, મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં મારામારી, ચોરી દા તેમજ વીરપુરમાં માદક પદાર્થની હેરફેર સહિત કુલ આઠ ગુના નોંધાઈ ચૂકયા છે. આરોપી પાસેથી બે હથિયાર મળી આવ્યા હોય જેથી તે અહીં હથિયાર કોઈને વેચવા માટે આવ્યો હોવાની શંકા સેવાઇ રહી છે.ત્યારે પોલીસે આ બાબતે વિશેષ તપાસ કરવા આજરોજ આરોપીને રિમાન્ડની માંગણી સાથે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application