સરદારનગર વિસ્તારમાંથી સ્પાની આડમાં ચાલતું ફૂટણખાનુ ઝડપાયું

  • August 17, 2024 05:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરના સરદારનગર વિસ્તારમાં આવેલા જગદિશ આર્કેટ નામના  એપાર્ટમેન્ટના બીજા માળે ફ્લેટમાં  સ્પાની આડમાં દેહવ્યાપાર ચાલતો હોવાની બાતમીના આધારે એ. એચ. ટી. યુ. શાખાની ટીમ દ્વારા નકલી ગ્રાહક મોકલી પાડવામાં આવેલા દરોડામાં રોલેક્સ સ્પા સેન્ટરના સંચાલક તેમજ શરીરસુખ માણવા આવેલા 4પુરુષ તેમજ 6મહિલાઓને ઝડપી લઈ રોકડા રૂપિયા 13, 000 અને 6
મોબાઈલ મળી કુલ રૂપિયા 43, 000નો મુદ્દામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી સ્પામાંથી મળી આવેલ 6મહિલાઓના નિવેદન લઈ મુક્ત કરી હતી.
એ. એચ.ટી. યુ. શાખાએ મળેલી બાતમીના આધારે સરદારનગરના જગદિશ આર્કેટ એપાર્ટમેન્ટના બીજા માળના ફ્લેટમાં આવેલ રોલેક્સ સ્પા સેન્ટરમાં  નકલી ગ્રાહક મોકલી પાડેલા દરોડા દરમ્યાન વિપુલભાઈ માસાભાઇ ડાંગર (ઉ.વ. 30 ધંધો, પશુપાલન રહે.પ્લોટ નં.30 મસ્તરામ સોસાયટી માર્કેટીંગ યાર્ડ ની સામે ભાવનગર),  તુપેશભાઈ કાંતિભાઈ જાની (ઉ.વ.29 ધંધો, કરિયાણાની દુકાન રહે, બ્લોક નં, 101, 2 5 વારિયા ચિત્રા ભાવનગર) પોતાની રોલેક્સ નામની સ્પામાં અનૈતિક વ્યાપાર કરવા માટે જગ્યા પુરી પાડી મહીલાઓને પોતાના સ્પામાં રોકી રાખી અને ગ્રાહક બોલાવી શરીર સુખ માણવા આવતા ગ્રાહકો પાસે થી ગ્રાહક દીઠ  બે થી અઢી હજાર રૂપિયા વસુલ લઈ તે પૈકી રૂ.1000 મહિલાને આપી બાકીના રૂપિયા પોતાની પાસે રાખતા હોવાનું જણાવતા સ્પાના રૂમમાંથી મહિલાઓ સાથે મળી આવેલા  સારીમ ઈમરાનભાઈ હબીબાણી (ઉવ. 27 ધંધો-કલરકામ રહે. સંપૈડીયા બજા 2 જાડેજાનો ડેલો ભાવનગર),  ભરત જીવરામભાઈ સોલંકી (ઉવ.29, રહે. પ્રા.નોકરી રહે,કુંભારવાડા ગઢેચી વડલા સરમાળીયા દાદાના મંદિર પાસે મફતનગર ), કાર્તિક રામજીભાઈ દિલાતર (ઉ.વ. 25 ધંધો- મજુરીકામ વાળુકડ (જીજીનુ) ગામ તા.જી.ભાવનગર) અને  અબ્દુલ ઇકબાલભાઈ આગરીયા (ઉ.વ.22 ધંધો-મજુરી રહે. કુંભારવાડા શીતળામાની દેરી પાસે શેરી નં.3, રહીમાઈના મકાનમાં ભાડેથી ભાવનગર) પૈસા આપીને શરીરસુખ માણવા આવ્યાનું જણાવતા  તમામની ધરપકડ કરી  રોકડ 13000, 6 મોબાઈલ  કિં.રૂ.30000, નીરોધ, ભાડા કરારના કાગળો અને  1  બોટલમળી  કુલ 43000નો  મુદામાલ કબ્જે કરી  ઇમોરલ ટ્રાફીક પ્રિવન્સન એકટ 19561956ની કલમ 3,4,5, મુજબ  ધોરણસર  કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે  મહીલાઓના નિવેદન લઈ  પુખ્ત હોય મુકત કરવામાં આવી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application